Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના 919 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના 919 કેસ

25 October, 2020 09:02 PM IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના 919 કેસ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3689 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં હાલ 13936 એક્ટિવ કેસ છે, જ્યારે 1,49,548 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,871 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,67,173 પર પહોંચી છે.



અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, પાટણમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મલી કુલ 7 લોકોનાં મોત થયા હતા. સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશન 72, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 61, વડોદરા 43, રાજકોટ 32, જામનગર કોર્પોરેશન 28, ભરૂચ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, મહેસાણા 18, મોરબી 18, ભાવનગર કોર્પોરેશન 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર 15, દાહોદ 14, સાબરકાંઠા 14, અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા.


રાજ્યમાં આજે કુલ 963 દર્દી સાજા થયા હતા અને 51,370 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 57,42,742 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.46 ટકા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 09:02 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK