૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે ચૂંટણીપ્રચાર માટે ૮૨૦ કરોડનો ધુમાડો કર્યો

Published: Nov 09, 2019, 09:51 IST | New Delhi

૨૦૧૪માં કૉન્ગ્રેસે ચૂંટણીપ્રચાર પાછળ ૫૧૬ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. એની સરખામણીએ આ વર્ષે કૉન્ગ્રેસે ચૂંટણીપ્રચાર પાછળ ૮૨૦ કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

૨૦૧૬ની ૮ નવેમ્બરે દેશમાં નોટબંધી જાહેર કર્યા બાદથી મુખ્ય વિપક્ષ કૉન્ગ્રેસ સતત કેન્દ્ર અને નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરતી આવી છે. ૨૦૧૪માં કૉન્ગ્રેસે ચૂંટણીપ્રચાર પાછળ ૫૧૬ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. એની સરખામણીએ આ વર્ષે કૉન્ગ્રેસે ચૂંટણીપ્રચાર પાછળ ૮૨૦ કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે.
લોકસભાની ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, તેલંગણ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. કૉન્ગ્રેસ તરફથી જાહેર કરાયેલા ખર્ચામાં આ ચૂંટણીમાં વાપરવામાં આવેલાં નાણાંનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં બીજેપીએ કૉન્ગ્રેસ કરતાં વધુ ૭૧૪ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો હતો, જ્યારે આ વર્ષે ચૂંટણીપ્રચાર પાછળ બીજેપીએ કેટલો ખર્ચો કર્યો એ વિશેનો એહવાલ આપવાનો હજી બાકી છે.
ચૂંટણી દરમ્યાન ખર્ચ કરાયેલા રૂપિયાનો હિસાબ આપતાં કૉન્ગ્રેસે ૩૧ ઑક્ટોબરે ચૂંટણીપંચને જે વિગતો આપી છે એ પ્રમાણે પાર્ટીએ પોતાના પ્રચાર માટે ૬૨૬.૩ કરોડ રૂપિયા અને આશરે ૧૯૩.૯ કરોડ રૂપિયા પોતાના ઉમેદવારો પર ખર્ચ્યા છે. કૉન્ગ્રેસે ચૂંટણીની જાહેરાત કરી ત્યાર પછીથી ચૂંટણી પૂરી થવા સુધીમાં કુલ ૮૫૬ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણી દરમ્યાન મે મહિનામાં કૉન્ગ્રેસની સોશ્યલ મીડિયા-હેડ દિવ્યા સ્પંદનાએ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘અમારી પાસે તો પૈસા જ નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK