બળદ ખરેખર આવા રંગના હોત તો?

Published: Dec 27, 2011, 05:06 IST

ચીનના યુનાન પ્રાન્તમાં દર વર્ષની માફક ગઈ કાલે પણ બુલ પેઇન્ટિંગ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં ૪૮ ટીમોએ ભાગ લીધો હતો અને તેમણે તેમના બળદને અવનવા રંગોથી રંગ્યો હતો.

 

અત્યારે આ એક મહોત્સવ બની ગયો છે, પરંતુ એનો જન્મ એક માન્યતામાંથી થયો છે. યુનાન પ્રાન્તમાં રહેતા હાનિ નામના સમુદાયમાં અગાઉ એવી માન્યતા હતી કે બળદને રંગવાથી તેમનું ગામ સુરક્ષિત રહે છે. કલરફુલ બળદને જોઈને વાઘ ડરી જાય છે અને એનું ઘર સુરક્ષિત રહે છે. આ માન્યતાએ તેમને તેમની ટૅલન્ટ દેખાડવાની તક આપી. હાનિ સમુદાયના આ લોકો ચીનમાં લગભગ બધે જ વિસ્તરેલા છે. તેમની વસ્તી ૧૪ લાખની છે અને તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK