બૉયફ્રેન્ડે યોનીમાં સ્ક્રૂ-ડ્રાઈવર નાખતા ગર્લફ્રેન્ડનું મોત

Published: 23rd December, 2012 04:18 IST

માસિકધર્મ ન આવવાથી ચિંતિત થઈને ગર્લફ્રેન્ડના પ્રાઇવેટ પાર્ટમાં સ્ક્રૂ-ડ્રાઇવર નાખીને ઊંટવૈદું કર્યુંમાસિકધર્મ ન આવવાથી ચિંતિત ૧૭ વર્ષની એક કૉલેજિયને આ વાત બૉયફ્રેન્ડને કરતાં તેણે આ ટીનેજરના પ્રાઇવેટ પાર્ટમાં સ્ક્રૂ-ડ્રાઇવર નાખીને કરેલા અખતરાથી થયેલા સેપ્ટિકને કારણે તેનું ગયા મંગળવારે ચેમ્બુરની એક હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ સંદર્ભમાં પહેલાં ચૂનાભઠ્ઠી પોલીસે કેસ લીધો હતો અને પછી આ કૉલેજિયન થાણેમાં રહેતી હોવાથી નૌપાડા પોલીસ-સ્ટેશનમાં એ ટ્રાન્સફર કર્યો હતો. આ સંદર્ભે નૌપાડા પોલીસે તપાસ કરીને આ સ્ટુડન્ટના બૉયફ્રેન્ડને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

સતત ત્રણ દિવસ સુધી કૉલેજમાં ન જવાથી આ છોકરીના પિતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. દવાથી સારું ન થતાં અને પેટમાં થતા દુખાવાની ફરિયાદને પગલે તેના પરિવારે તેને ૧૨ ડિસેમ્બરે ચેમ્બુરની સુરાણા શેઠિયા હૉસ્પિટલમાં દાખલ કરી હતી. ડૉક્ટરોએ તેના પર ખૂબ ઉપચાર કર્યા, પણ તેને તાવ અને પેટમાં થતા દુખાવામાંથી રાહત મળતી નહોતી. તેના પર લેપ્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવતાં તેના ગર્ભાશયની આસપાસ સોજો જોવા મળ્યો હતો. ગાયનેકોલૉજિસ્ટે એની તપાસ કરી ત્યારે ખબર પડી કે તેના પ્રાઇવેટ પાર્ટમાં પણ ઈજાનાં નિશાન છે. આથી ડૉક્ટરોએ તેને ૧૭ ડિસેમ્બરે પૂછ્યું ત્યારે આ કૉલેજિયને હકીકત કહી હતી. આને પગલે ખબર પડી કે આવા ઊંટવૈદ જેવા પ્રયાસમાં આ કૉલેજિયનના પેટમાં સેપ્ટિક થઈ ગયું હતું.

આ બાબતે પોલીસને ૧૭ ડિસેમ્બરે જ જાણ કરવામાં આવી હતી અને પોલીસ તેનું નિવેદન લે એ પહેલાં તે મંગળવારે મૃત્યુ પામી હતી. આ ટીનેજર પ્રેગ્નન્ટ નહોતી, પણ તેના બૉયફ્રેન્ડની મૂર્ખતાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK