Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવે-ટ્રૅક પર દારૂની મહેફિલ માણનારા ચાર વિદ્યાર્થીઓનાં મોત, એક ઘાયલ

રેલવે-ટ્રૅક પર દારૂની મહેફિલ માણનારા ચાર વિદ્યાર્થીઓનાં મોત, એક ઘાયલ

16 November, 2019 09:50 AM IST | coimbatore

રેલવે-ટ્રૅક પર દારૂની મહેફિલ માણનારા ચાર વિદ્યાર્થીઓનાં મોત, એક ઘાયલ

રેલવે-ટ્રૅક પર દારૂની મહેફિલ માણનારા ચાર વિદ્યાર્થીઓનાં મોત, એક ઘાયલ


તામિલનાડુના કોઇમ્બતુરમાં ચાર એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ઝડપી ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા. આ ચારેય જણ રેલવે-ટ્રૅક પર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એ ચારેયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં તેમનો એક મિત્ર ઘાયલ થયો હતો.
બુધવારે રાતે કોઇમ્બતુરના રાવુથુર પીરીવુ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. આ ચારેય વિદ્યાર્થીઓનાં રાત્રે ૧૦.૩૦ વાગ્યે આલપ્પે-ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જવાથી મોત થયાં હતાં.
ટ્રેનના ડ્રાઇવરે તેના વરિષ્ઠ અધિકારીને માહિતી આપી અને ત્યાર બાદ રેલવે-પોલીસને જાણ કરાઈ હતી. ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહ ટ્રેનના પાટા પર ક્ષતવિક્ષત અવસ્થામાં પડેલા હતા. પોલીસે જણાવ્યું છે કે મૃતકની ઓળખ કોડાઇકેનાલના સિદ્દીક રઝા, ડિં‌ડીગુલના રાજશેખર, વિરુધાનગરના કરુપ્પસ્વામી અને ગૌતમ તરીકે થઈ હતી. સિદ્દીક બીઈના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી હતો, જ્યારે રાજશેખર ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

આ પણ જુઓઃ Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર



બન્ને સુલુરની એક ખાનગી એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ હતા. કરુપ્પાસ્વામી અને ગૌતમ પરીક્ષા આપવા આવ્યા હતા. આ અકસ્મતામાં વિઘ્નેશને સામાન્ય ઈજા થઈ હતી. ચારેયના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે કોઇમ્બતુર મેડિકલ કૉલેજમાં મોકલવામાં આવ્યા હતા. જીઆરપીનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આ કેસની વિસ્તારથી તપાસ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 09:50 AM IST | coimbatore

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK