Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર

Updated: Nov 15, 2019, 14:51 IST | Falguni Lakhani
  • તાજેતરમાં બાલાજીના પ્લેટફોર્મ અલ્ટ બાલાજી પર રિલીઝ થયેલા શૉ ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટીને ખૂબ જ પ્રશંસા મળી રહી છે. ખાસ કરીને તેને જે રીતે લખવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે. ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટી શૉ અલ્ટ બાલાજી માટે ગુજરાતી રાહુલ પટેલે લખ્યો છે. છેલ્લા 17 વર્ષથી લેખન કરી રહેલા રાહુલ ફિલ્મો, ટીવી અને વેબ એમ તમામ માધ્યમો માટે લખી ચુક્યા છે.

    તાજેતરમાં બાલાજીના પ્લેટફોર્મ અલ્ટ બાલાજી પર રિલીઝ થયેલા શૉ ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટીને ખૂબ જ પ્રશંસા મળી રહી છે. ખાસ કરીને તેને જે રીતે લખવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે. ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટી શૉ અલ્ટ બાલાજી માટે ગુજરાતી રાહુલ પટેલે લખ્યો છે. છેલ્લા 17 વર્ષથી લેખન કરી રહેલા રાહુલ ફિલ્મો, ટીવી અને વેબ એમ તમામ માધ્યમો માટે લખી ચુક્યા છે.

    1/19
  • રાહુલ પટેલની કલમ ખુબ જ ઝડપથી જ અલગ અલગ માધ્યમોમાં પોતાની ઓળખાણ બનાવી રહી છે. વર્ષ 2008માં અત્યંત રોચક વાર્તા ધરાવતી એક્સિડેન્ટ ઓન અ હિલ રોડને પણ રાહુલ પટેલે જ લખી હતી. જ્યારે 2017માં નેશનલ એવોર્ડ વિજેતા એનિમેશન ફિલ્મ મહાયોદ્ધા રામના સંવાદો પણ રાહુલ પટેલે લખ્યા હતા.

    રાહુલ પટેલની કલમ ખુબ જ ઝડપથી જ અલગ અલગ માધ્યમોમાં પોતાની ઓળખાણ બનાવી રહી છે. વર્ષ 2008માં અત્યંત રોચક વાર્તા ધરાવતી એક્સિડેન્ટ ઓન અ હિલ રોડને પણ રાહુલ પટેલે જ લખી હતી. જ્યારે 2017માં નેશનલ એવોર્ડ વિજેતા એનિમેશન ફિલ્મ મહાયોદ્ધા રામના સંવાદો પણ રાહુલ પટેલે લખ્યા હતા.

    2/19
  • ટીવીના ચર્ચિત રિઆલિટી શૉ બિગ બૉસના હોસ્ટ સલમાન ખાનની દસ કા દમમાં પણ તેમની જ કલમનો જાદૂ ચાલ્યો હતો. રાહુલ પટેલના નામે સૌથી જાણીતા ટીવી શૉ જોવા જઈએ તો તેમનું નામ ક્યુકી સાસ ભી કભી બહુથી સાથે પણ જોડાયેલું છે.

    ટીવીના ચર્ચિત રિઆલિટી શૉ બિગ બૉસના હોસ્ટ સલમાન ખાનની દસ કા દમમાં પણ તેમની જ કલમનો જાદૂ ચાલ્યો હતો. રાહુલ પટેલના નામે સૌથી જાણીતા ટીવી શૉ જોવા જઈએ તો તેમનું નામ ક્યુકી સાસ ભી કભી બહુથી સાથે પણ જોડાયેલું છે.

    3/19
  • રાહુલે સાવધાન ઈન્ડિયા, ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શૉ, ગુમરાહ, સંજોગ સે બની સંગીની, કાલી એક અગ્નિ પરીક્ષા, ઈમોશનલ અત્યાચાર, યેય ઈટ્સ ફ્રાઈડે સહિતના અનેક જાણીતા બનેલા ટેલિવિઝન શૉ માટે સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું છે.

    રાહુલે સાવધાન ઈન્ડિયા, ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શૉ, ગુમરાહ, સંજોગ સે બની સંગીની, કાલી એક અગ્નિ પરીક્ષા, ઈમોશનલ અત્યાચાર, યેય ઈટ્સ ફ્રાઈડે સહિતના અનેક જાણીતા બનેલા ટેલિવિઝન શૉ માટે સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું છે.

    4/19
  • શેખર સુમનને ચમકાવતી સ્ટીલ મૂવિંગ સ્ટીલ શેકિંગ સ્ટાર વન પર પ્રસારિત થયેલી રણવીર, વિનય ઓર કૌન, આજ તક પર પ્રસારિત થયેલી રાજુ શ્રીવાસ્તવને ચમકાવતી ઐસી કી તૈસી સહિત અનેક સિરિઝ કે ટીવી શૉ માટે પોતાની કલમ અજમાવી.

    શેખર સુમનને ચમકાવતી સ્ટીલ મૂવિંગ સ્ટીલ શેકિંગ સ્ટાર વન પર પ્રસારિત થયેલી રણવીર, વિનય ઓર કૌન, આજ તક પર પ્રસારિત થયેલી રાજુ શ્રીવાસ્તવને ચમકાવતી ઐસી કી તૈસી સહિત અનેક સિરિઝ કે ટીવી શૉ માટે પોતાની કલમ અજમાવી.

    5/19
  • રાહુલે સ્ટાર પ્લસના સ્ટાર પરિવાર, બિગ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્ઝ અને કલર્સ પર પ્રસારિત થયેલા આઈટા એવોર્ડ્ઝ તેમજ એરટેલ એવોર્ડ્ઝ માટે પણ સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું.

    રાહુલે સ્ટાર પ્લસના સ્ટાર પરિવાર, બિગ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્ઝ અને કલર્સ પર પ્રસારિત થયેલા આઈટા એવોર્ડ્ઝ તેમજ એરટેલ એવોર્ડ્ઝ માટે પણ સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું.

    6/19
  • તાજેતરમાં જ તેમણે લખેલી અન્ય કેટલીક નોંધપાત્ર ટેલિવિઝન સિરીઝની વાત કરીએ તો ડિસ્કવરી જીત પર આવતી બાબા રામદેવ અને શાદી જાસૂસ લખી ચૂક્યાં છે જ્યારે સબ ટીવી પરની સાત ફેરો કી હેરાફેરી પણ તેમણે જ લખી છે. જ્યારે સબ ટીવીની વધુ એક સિરીઝ બાવલે ઉતાવલેમાં તેમની કલમનો કસબ જોવા મળે છે.

    તાજેતરમાં જ તેમણે લખેલી અન્ય કેટલીક નોંધપાત્ર ટેલિવિઝન સિરીઝની વાત કરીએ તો ડિસ્કવરી જીત પર આવતી બાબા રામદેવ અને શાદી જાસૂસ લખી ચૂક્યાં છે જ્યારે સબ ટીવી પરની સાત ફેરો કી હેરાફેરી પણ તેમણે જ લખી છે. જ્યારે સબ ટીવીની વધુ એક સિરીઝ બાવલે ઉતાવલેમાં તેમની કલમનો કસબ જોવા મળે છે.

    7/19
  • રાહુલ પટેલ આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા તેમની પાછળ ગાંધીજી એટલે કે આપણા રાષ્ટ્રપિતા જવાબદાર છે! આ વાતને યાદ કરતા રાહુલ કહે છે કે, હું જ્યારે મારા પિતાને પુછતો કે આપણે ગુજરાતથી મુંબઈ કેમ આવ્યા, તો તેઓ હળવાશમાં કહેતા કે જો ગુજરાતમાં દારૂબંધી ન થઈ હોય તો તેઓ મુંબઈ ન આવ્યો હોત.

    રાહુલ પટેલ આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા તેમની પાછળ ગાંધીજી એટલે કે આપણા રાષ્ટ્રપિતા જવાબદાર છે! આ વાતને યાદ કરતા રાહુલ કહે છે કે, હું જ્યારે મારા પિતાને પુછતો કે આપણે ગુજરાતથી મુંબઈ કેમ આવ્યા, તો તેઓ હળવાશમાં કહેતા કે જો ગુજરાતમાં દારૂબંધી ન થઈ હોય તો તેઓ મુંબઈ ન આવ્યો હોત.

    8/19
  • રાહુલનો પરિવાર ગોરેગાંવમાં ફિલ્મસિટી પાસે રહેતો હતો. ત્યાં શૂટ કરવા આવતા તમામ કલાકારો રાહુલના ઘર પાસેથી જતા હતા અને રાહુલ તેમને જોતા રહેતા.

    રાહુલનો પરિવાર ગોરેગાંવમાં ફિલ્મસિટી પાસે રહેતો હતો. ત્યાં શૂટ કરવા આવતા તમામ કલાકારો રાહુલના ઘર પાસેથી જતા હતા અને રાહુલ તેમને જોતા રહેતા.

    9/19
  • રાહુલ પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમના પિતા એક દિવસ તેમને શાળાએથી અચાનક ફિલ્મ સિટી લઈ ગયા, જ્યાં તેઓ બિગ બીને મળ્યા અને રાહુલની સ્કૂલની ડાયરીમાં તેમણે ઑટોગ્રાફ પણ આપ્યો. એ સમયે રાહુલ કહે છે કે મને ખબર નહોતી કે અમિતાભ બચ્ચન કોણ અને તેમના ઑટોગ્રાફનું કેટલું મહત્વ છે, એટલે મે એ ઑટોગ્રાફ 25 રૂપિયામાં વેચી નાખ્યો હતો. આ પૈસાથી તેમણે ઘરે રહેલા સ્કૂટરમાં પેટ્રોલ ભરાવ્યું હતું.

    રાહુલ પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમના પિતા એક દિવસ તેમને શાળાએથી અચાનક ફિલ્મ સિટી લઈ ગયા, જ્યાં તેઓ બિગ બીને મળ્યા અને રાહુલની સ્કૂલની ડાયરીમાં તેમણે ઑટોગ્રાફ પણ આપ્યો. એ સમયે રાહુલ કહે છે કે મને ખબર નહોતી કે અમિતાભ બચ્ચન કોણ અને તેમના ઑટોગ્રાફનું કેટલું મહત્વ છે, એટલે મે એ ઑટોગ્રાફ 25 રૂપિયામાં વેચી નાખ્યો હતો. આ પૈસાથી તેમણે ઘરે રહેલા સ્કૂટરમાં પેટ્રોલ ભરાવ્યું હતું.

    10/19
  • એ સમયે રાહુલને તેમના પિતા ખૂબ જ ખિજાયા હતા. બાદમાં તેમને અહેસાસ થયો કે અમિતાભ બચ્ચન કોણ છે...જે બાદ તેમણે નક્કી કર્યું કે મારે આ લોકોની વચ્ચે તેમની સાથે કામ કરવું છે. રાહુલ નાનપણમાં ક્રિકેટના ફેન હતા. તેમણે સૈફ અલી ખાનને એવું પણ પુછ્યું હતું કે તેઓ ક્રિકેટર કેમ ન બન્યા? ત્યારે સૈફે એવો જવાબ આપ્યો હતો કે, 'એક્ટિંગમાં વધુ મોકો છે.'

    એ સમયે રાહુલને તેમના પિતા ખૂબ જ ખિજાયા હતા. બાદમાં તેમને અહેસાસ થયો કે અમિતાભ બચ્ચન કોણ છે...જે બાદ તેમણે નક્કી કર્યું કે મારે આ લોકોની વચ્ચે તેમની સાથે કામ કરવું છે. રાહુલ નાનપણમાં ક્રિકેટના ફેન હતા. તેમણે સૈફ અલી ખાનને એવું પણ પુછ્યું હતું કે તેઓ ક્રિકેટર કેમ ન બન્યા? ત્યારે સૈફે એવો જવાબ આપ્યો હતો કે, 'એક્ટિંગમાં વધુ મોકો છે.'

    11/19
  • રાહુલના માતા શિક્ષિકા અને પિતા હીરાના કારીગર, પરિવારમાં કોઈનું ફિલ્મ કે નાટક તો શું લેખન સાથે પણ દૂર દૂરથી જોડાણ નહોતું પણ વિધાતાએ રાહુલ માટે અલગ જ વિધાન લખ્યું હતું.

    રાહુલના માતા શિક્ષિકા અને પિતા હીરાના કારીગર, પરિવારમાં કોઈનું ફિલ્મ કે નાટક તો શું લેખન સાથે પણ દૂર દૂરથી જોડાણ નહોતું પણ વિધાતાએ રાહુલ માટે અલગ જ વિધાન લખ્યું હતું.

    12/19
  • 19 વર્ષની ઉંમરે ઈન્ટરકોલેજ નાટકમાં રાહુલે ભાગ લીધો. ચીલો પારસી નામના નાટકમાં નાનકડી ભૂમિકા ભજવી. એ નાટકને શ્રેષ્ઠ નાટ્યનું ઈનામ પણ મળ્યું. અને એ સાથે જ રંગમંચ સાથે રાહુલની કિસ્મત જોડાઈ ગઈ. બે જ સપ્તાહમાં એક કમર્શિયલ નાટકમાં કામ મળ્યું. અનાજની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કરતા રાહુલે શૉર્ટ સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું અને 1999માં ફીરોઝ ભગત સાથે બ્લાઈન્ડ ગેઇમ નામના નાટકમાં કામ મળ્યું. એ પછી રાહુલે ક્યારેય પાછું ફરીને ન જોયું.

    19 વર્ષની ઉંમરે ઈન્ટરકોલેજ નાટકમાં રાહુલે ભાગ લીધો. ચીલો પારસી નામના નાટકમાં નાનકડી ભૂમિકા ભજવી. એ નાટકને શ્રેષ્ઠ નાટ્યનું ઈનામ પણ મળ્યું. અને એ સાથે જ રંગમંચ સાથે રાહુલની કિસ્મત જોડાઈ ગઈ. બે જ સપ્તાહમાં એક કમર્શિયલ નાટકમાં કામ મળ્યું. અનાજની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કરતા રાહુલે શૉર્ટ સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું અને 1999માં ફીરોઝ ભગત સાથે બ્લાઈન્ડ ગેઇમ નામના નાટકમાં કામ મળ્યું. એ પછી રાહુલે ક્યારેય પાછું ફરીને ન જોયું.

    13/19
  • એ ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રીના બે ડિરેક્ટર રાજેશ જોશી અને વિપુલ મહેતા પણ બાલાજી ટેલિફિલ્મની કોશિશ એક આશા અને ક્યુકી સાંસ ભી કભી બહુથી કરી રહ્યાં હતાં. જેમની સાથે રાહુલ પણ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગયા. ત્યારપછી તેમણે બે વર્ષ સુધી બાલાજી ટેલિફિલ્મ્સ માટે કામ કર્યું.

    એ ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રીના બે ડિરેક્ટર રાજેશ જોશી અને વિપુલ મહેતા પણ બાલાજી ટેલિફિલ્મની કોશિશ એક આશા અને ક્યુકી સાંસ ભી કભી બહુથી કરી રહ્યાં હતાં. જેમની સાથે રાહુલ પણ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગયા. ત્યારપછી તેમણે બે વર્ષ સુધી બાલાજી ટેલિફિલ્મ્સ માટે કામ કર્યું.

    14/19
  • આ મોકા પછી રાહુલે ક્યારેય પાછુ વળીને નથી જોવું પડ્યું. રાહુલે બે ગુજરાતી નાટકો પણ લખ્યાં છે. જેમાં ડાયાભાઈ દોઢ ડાહ્યા અને સાત તરી એકવીસની ત્રીજી સિઝનનો સમાવેશ થાય છે. તેમની લખેલી બે મૂવીઝ સોલિડ પટેલ અને વેડિંગ પુલાવ રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે અન્ય એક મૂવી લે લે મેરી જાનનું પ્રાઈમરીશૂટિંગ પૂર્ણ થયું છે.

    આ મોકા પછી રાહુલે ક્યારેય પાછુ વળીને નથી જોવું પડ્યું. રાહુલે બે ગુજરાતી નાટકો પણ લખ્યાં છે. જેમાં ડાયાભાઈ દોઢ ડાહ્યા અને સાત તરી એકવીસની ત્રીજી સિઝનનો સમાવેશ થાય છે. તેમની લખેલી બે મૂવીઝ સોલિડ પટેલ અને વેડિંગ પુલાવ રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે અન્ય એક મૂવી લે લે મેરી જાનનું પ્રાઈમરીશૂટિંગ પૂર્ણ થયું છે.

    15/19
  • સાથે તેઓ ગુજરાતી ફિલ્મ 'ગાંધીના લગનમાં' પણ કરી રહ્યા છે. જેમાં પ્રતિક ગાંધી અને અવનિ મોદી છે. તેઓ પોતે પણ એક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે, જે આવતા વર્ષે માર્ચ કે એપ્રિલમાં શરૂ થશે.

    સાથે તેઓ ગુજરાતી ફિલ્મ 'ગાંધીના લગનમાં' પણ કરી રહ્યા છે. જેમાં પ્રતિક ગાંધી અને અવનિ મોદી છે. તેઓ પોતે પણ એક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે, જે આવતા વર્ષે માર્ચ કે એપ્રિલમાં શરૂ થશે.

    16/19
  • રાહુલ પટેલ મલ્ટી ટેલેન્ટેડ છે. તમામ માધ્યમો માટે લખવાની સાથે સાથે તેઓ સ્ટેડન્ડ અપ કૉમેડી પણ કરે છે.

    રાહુલ પટેલ મલ્ટી ટેલેન્ટેડ છે. તમામ માધ્યમો માટે લખવાની સાથે સાથે તેઓ સ્ટેડન્ડ અપ કૉમેડી પણ કરે છે.

    17/19
  • પર્સનલ લાઈફની વાત કરીએ તો રાહુલ પટેલે અવનિ સાથે લગ્ન કર્યા છે. તેમને આર્ના નામની એક ક્યૂટ દિકરી પણ છે. રાહુલને પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે.

    પર્સનલ લાઈફની વાત કરીએ તો રાહુલ પટેલે અવનિ સાથે લગ્ન કર્યા છે. તેમને આર્ના નામની એક ક્યૂટ દિકરી પણ છે. રાહુલને પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે.

    18/19
  • જો તમે મહેનત અને લગનથી કામ કરવા માટે તૈયાર હો, તો તમને સફળતા મળશે જ. રાહુલ પટેલ તેમનું ઉદાહરણ છે. ગરવા ગુજરાતી રાહુલની કલમ ડ્રામાથી માંડીને વેબસિરીઝ અને ટેલિવૂડથી માંડીને બોલિવૂડ સુધીના માધ્યમોમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.

    જો તમે મહેનત અને લગનથી કામ કરવા માટે તૈયાર હો, તો તમને સફળતા મળશે જ. રાહુલ પટેલ તેમનું ઉદાહરણ છે. ગરવા ગુજરાતી રાહુલની કલમ ડ્રામાથી માંડીને વેબસિરીઝ અને ટેલિવૂડથી માંડીને બોલિવૂડ સુધીના માધ્યમોમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

શું તમને ખબર છે ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટી,  એક્સિડેન્ટ ઓન અ હિલ રોડ, સાવધાન ઈન્ડિયા, ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શૉ જેવા શૉ પોતાની કલમથી લખનાર રાહુલ પટેલ ગુજરાતી છે અને તેઓ ગાંધીજીના કારણે આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા હતા? ચાલો અમે તમને આપીએ આ સવાલનો જવાબ અને જાણીએ રાહુલ પટેલને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK