ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પંગો પડ્યો ભારે, બે મહિનાથી ગાયબ જેક મા

Published: 4th January, 2021 11:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ચીનમાં ટેક્નિકની દુનિયા પર રાજ કરનારા જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિવાદ પછી છેલ્લા બે મહિનાથી દેખાયા નથી.

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

ચીનના ત્રીજા સૌથી મોટા અરબપતિ અને અલીબાબા સમૂહના માલિક જેક મા છેલ્લા બે મહિનાથી ગાયબ છે. ચીનમાં ટેક્નિકની દુનિયા પર રાજ કરનારા જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિવાદ પછી છેલ્લા બે મહિનાથી દેખાયા નથી. જેક માએ ચીનના 'વ્યાજખોર' નાણાંકીય નિયામકો અને સરકારી બેન્કની ગયા વર્ષે ઑક્ટોબરમાં શંઘાઇમાં આપેલા ભાષણમાં ટીકા કરી હતી.

વિશ્વભરમાં કરોડો લોકોના આદર્શ રહી ચૂકેલા જેક માએ સરકારને આહ્વાન કર્યું હતું કે આવી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે જે, "બિઝનસમાં નવી વસ્તુઓ શરૂ કરવાના પ્રયત્નને દબાવવાનો" પ્રયત્ન કરે. તેમણે વૈશ્વિક બેન્કિંગ નિયમોને 'વૃદ્ધોનું ક્લબ' કહ્યું હતું. આ ભાષણ દરમિયાન જૈક માના આ મંતવ્ય પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન દુનિયાની સૌથી મોટી 37 બિલિયન ડૉલરના Ant Groupનો આઇપીઓ (initial public offering)ને પણ જિનપિંગના આદેશ બાદ ટાળી દેવમાં આવ્યો હતો.

રિપોર્ટ પ્રમાણે, જૈક મા છેલ્લા બે મહિનામાં અનેક કાર્યક્રમોમાં સામેલ થવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ ગેસ્ટ કે સ્પીકરની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું. થોડા દિવસો પહેલા જાણીતા ટીવી શો Den-style TV show Africa's Business Heroesથી પણ અચાનક જ જૈક માનું નામ હટાવી દેવામાં આવ્યું. ત્યાં સુધી કે શોના પોસ્ટરથી પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK