લગ્નમાં અચાનક એક્સ-ગર્લફ્રેન્ડ દુલ્હન બનીને આવી પહોંચે તો?
લગ્નમાં અચાનક એક્સ-ગર્લફ્રેન્ડ દુલ્હન બનીને આવી
આવું જ કંઈક થયું છે ચીનમાં. એક યુગલ લગ્નનાં વચનોની આપ-લે કરી રહ્યું હતું એ વખતે ભર સમારંભે અચાનક તેની એક્સ-ગર્લફ્રેન્ડ આવી પહોંચી. આવી તો આવી, પણ તે દુલ્હનના વેશમાં ગાઉન પહેરીને આવી હતી. સ્ટેજ પર ચડીને તેણે દુલ્હાને મનાવવાનું શરૂ કરી દીધું. તેણે દુલ્હાનો હાથ પકડી લીધો અને મનાવવા લાગી. દુલ્હો જબરી કફોડી સ્થિતિમાં મુકાયો. તેણે એક્સ-ગર્લફ્રેન્ડથી દૂર જવાનો પ્રયત્ન કર્યો, પણ પેલી દુલ્હાના પગ પકડીને કહેવા લાગી કે ‘એ તો મારી ભૂલ હતી, એ બધું ભૂલી જા.’
આ પણ વાંચો : રડતી યુવતીનાં આંસુ પીવા માટે ૩ મધમાખીઓ આંખમાં ઘૂસી ગઈ
ADVERTISEMENT
અચાનક સ્ટેજ પર થઈ રહેલા તાયફાને જોઈને દુલ્હનનું માથું ફરી ગયું. દુલ્હાએ એક્સ-ગર્લફ્રેન્ડને ઇગ્નોર કરીને પોતાની દુલ્હનને સમજાવવાનું ચાલુ કર્યું, પણ એક તરફ એક્સ-ગર્લફ્રેન્ડ તેનો પગ છોડતી નહોતી અને બીજી તરફ તેની અસલી દુલ્હન પગ પછાડતી સ્ટેજ પરથી જતી રહી. આ ઘટનાનો વિડિયો ચીનની એક સ્થાનિક ટીવી ચૅનલે સૌપ્રથમ વાર દેખાડ્યો અને પછી તો ચીનના ફેસબુક ગણાતા વેઇબો પ્લૅટફૉર્મ પર એ જબરદસ્ત વાઇરલ થયો છે. જાતજાતની કમેન્ટ્સ લોકો કરી રહ્યા છે.