રડતી યુવતીનાં આંસુ પીવા માટે ૩ મધમાખીઓ આંખમાં ઘૂસી ગઈ

તાઇવાન | Apr 10, 2019, 09:18 IST

મધમાખીને છંછેડો તો એ તમને છોડે નહીં, જોકે મધમાખીઓ મોટા ભાગે ત્વચાની ઉપરની સપાટી પર જ કરડતી હોય છે.

રડતી યુવતીનાં આંસુ પીવા માટે ૩ મધમાખીઓ આંખમાં ઘૂસી ગઈ
મધમાખીઓ આંખમાં ઘૂસી ગઈ

મધમાખીને છંછેડો તો એ તમને છોડે નહીં, જોકે મધમાખીઓ મોટા ભાગે ત્વચાની ઉપરની સપાટી પર જ કરડતી હોય છે. જોકે તાઇવાનમાં બનેલા એક કેસમાં મિસ હી નામની યુવતીની આંખમાં ત્રણ મધમાખીઓ ઘૂસી ગઈ. ડૉક્ટરો આ ઘટનાને વિશ્વની પ્રથમ ઘટના ગણાવે છે. આવું કઈ રીતે બન્યું એ વિશે તાઇવાનની ફુયિન યુનિવર્સિટી હૉસ્પિટલના આંખના નિષ્ણાતોએ તેની આંખની અંદરથી જીવતી ત્રણ મધમાખીઓ કાઢી હતી. વાત એમ હતી કે બહેન કોઈ સ્વજનના મૃત્યુ પછીની વિધિઓ માટે કબરસ્તાન ગયેલા. સ્વાભાવિકપણે સ્વજનના મૃત્યુના શોકને કારણે તેઓ જમીન પર બેસીને રડી રહ્યાં હતાં.

આ પણ વાંચો : 3 વર્ષના દીકરાએ પપ્પાના આઇપૅડને 47થી વધુ વર્ષ માટે લૉક કરી નાખ્યો

તેણે જમીન પર માથું ટેકવ્યું અને અચાનક જ તેને આંખમાં ધૂળની રજકણો જતી રહી હોય એવું લાગ્યું. તેણે તરત જ આંખો ચોળી પણ આંસુ આવતાં બંધ થઈ ગયાં અને આંખમાં ડિસકમ્ફર્ટ વધતી જ ચાલી. ઘણે આવીને તેણે પાણીથી મોં અને આંખો ધોઈ પણ રાહત ન થતાં તેને ડૉક્ટર પાસે લઈ જવાઈ. ડૉક્ટરોએ આંખ તપાસી તો સ્વેટ-બી આંખમાં ઘૂસીને આંસુ પી રહી હતી.

 

સંબંધિત સમાચાર

     
     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK