Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીએ જ પતિ અને પ્રેમિકાનાં લગ્ન કરાવ્યાં અને સાથે મંડપમાં પણ બેઠી

પત્નીએ જ પતિ અને પ્રેમિકાનાં લગ્ન કરાવ્યાં અને સાથે મંડપમાં પણ બેઠી

22 May, 2019 09:37 AM IST | જશપુર

પત્નીએ જ પતિ અને પ્રેમિકાનાં લગ્ન કરાવ્યાં અને સાથે મંડપમાં પણ બેઠી

શુભ મંગલ સાવધાન

શુભ મંગલ સાવધાન


છત્તીસગઢના જશપુર જિલ્લાના એક ગામમાં પત્નીએ જ તેના પતિનાં લગ્ન તેની પ્રેમિકા સાથે કરાવી આપીને ગામલોકોને અચંબામાં મૂકી દીધા હતા. વાત એમ છે કે બગડોલ ગામમાં રહેતો અનિલ પેંકરા સીઆરપીએફનો જવાન છે. તેનું હાલમાં વારાણસીમાં પોસ્ટિંગ થયું છે. ચાર વર્ષ પહેલાં તેનાં લગ્ન પાસેના ગામની એક છોકરી સાથે થયાં હતાં. એ પછી તેને ગામમાં આંગણવાડીની કાર્યકર મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો.

અનિલ જ્યારે પણ ડ્યુટી પરથી છુટ્ટીઓમાં ગામ આવતો ત્યારે પત્ની કરતાં વધુ સમય તે મહિલા સાથે ગાળતો હતો. આ વાતની કાનાફૂસી પણ ગામમાં બહુ થતી. અનિલની પત્નીએ જ સામેથી કહ્યું કે આવા સંબંધ ઠીક નથી. એના કરતાં તો તેની સાથે લગ્ન જ કરી લેવાં જોઈએ. આ વાતની ચર્ચા પરિવારજનો સાથે થઈ. ગ્રામપંચાયત અને સમાજના લોકો વચ્ચે આ વાત મૂકવામાં આવી અને બધાએ ભેગા મળીને અનિલનાં બીજાં લગ્ન કરાવી લેવાનું મંજૂર રાખ્યું.



આ પણ વાંચો : કબાડીએ 12 લાખમાં ખરીદેલું એન્જિન બની ગયું શહેરનું નવું સેલ્ફી પૉઇન્ટ


શનિવારે અનિલનાં લગ્ન થયાં. એ વખતે તેની પ્રેમિકા અને પ્રથમ પત્ની બન્ને દુલ્હનના વેશમાં સજીને ચોરીમાં બેઠી હતી. અનિલે બન્ને મહિલાઓ સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતા. સરપંચનું કહેવું છે કે અનિલને પહેલી પત્નીથી સંતાન નહોતું થતું એટલે તેનાં બીજાં લગ્ન કરાવ્યાં છે. અલબત્ત, હિન્દુ મૅરેજ ઍક્ટ મુજબ તેનાં આ લગ્ન ગેરકાનૂની છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2019 09:37 AM IST | જશપુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK