જપાની ડિઝાઇનર યાસુહિરો સુઝિકીએ વિશાળ ઝિપર ખેંચવાનો આકાર ધરાવતી એક અનોખી નૌકા બનાવી છે. આ નૌકા પ્રવાસ કરતી વખતે પાણી કાપતી હોય એમ લાગે છે. આ નૌકાને ડિઝાઇનર ટોક્યો ૨૦૨૦ની ઇવેન્ટમાં મૂકવામાં આવી હતી.
વાસ્તવમાં યાસુહિરો સુઝિકી પ્લેનમાં પ્રવાસ કરી રહ્યો હતો એ સમયે તેણે ટોક્યો ખાડીમાં એક જહાજને પસાર થતું જોયું જે પાણીમાં ચાલતું હોય ત્યારે કોઈ જૅકેટ ખોલતું હોય એ રીતે ઝિપરથી પાણી ખૂલતું હોય એવો આભાસ પેદા થતો હતો. પોતાના આ ભ્રમને તેણે વાસ્તવિકતાનું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. મોટરાઇઝ્ડ ઝિપર નૌકાની લંબાઈ ૯ મીટર છે તથા એના ક્રૉમ કલરની બૉડી અને બ્રિજ એક પૂલર છે, જે ઝિપના દેખાવને પૂરો કરે છે.
૩૧ ઑક્ટોબરથી ૮ નવેમ્બર દરમ્યાન ‘ઓપનિંગ ધ રિવર’ નામના એક આર્ટિસ્ટિક ઇન્સ્ટૉલેશનમાં આ બોટને સુમિદા નદી પર અજુમાબિશી અને શકુરબાશી વચ્ચે પ્રવાસ કરતી રજૂ કરવામાં આવી હતી.
બોલો, આવી પત્નીને શું કહેવું?
23rd January, 2021 08:55 ISTદિલધડક રેસ્ક્યુ
23rd January, 2021 08:48 ISTનેધરલૅન્ડ્સમાં નાઇટ-કરફ્યુમાં ફરવા મળે એ માટે લોકો હોમ ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડે છે
23rd January, 2021 08:15 ISTહાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન બનાવ્યો છે દક્ષિણ આફ્રિકાના દંપતીએ
23rd January, 2021 08:10 IST