હરિયાણાના ડેરા સચ્ચા સૌદામાં ચેલાઓના ધરાર ખસીકરણ સામે CBI તપાસનો આદેશ

Published: 24th December, 2014 05:19 IST

હરિયાણાના સિરસાસ્થિત ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામરહીમ સિંહની મુશ્કેલીમાં વધારો થાય એવા સમાચાર આવ્યા છે. ડેરા સચ્ચા સૌદાના આશ્રમમાં અનુયાયીઓના ધરાર ખસીકરણના આક્ષેપની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) મારફતે કરાવવાનો આદેશ પંજાબ ઍન્ડ હરિયાણ હાઈ કોર્ટે ગઈ કાલે આપ્યો હતો.
ડેરા સચ્ચા સૌદાના ભૂતપૂર્વ અનુયાયી હંસરાજ ચૌહાણે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે મારા સહિતના બીજા ૪૦૦ અનુયાયીઓની આશ્રમમાં ધરાર ખસી કરવામાં આવી હતી. ડેરાના અનુયાયીઓનું ખસીકરણ ગુરમીત રામરહીમ સિંહ દ્વારા તેમની હૉસ્પિટલમાં નોકરી કરતા તબીબો મારફતે કરાવવામાં આવે છે.

લિંગોચ્છેદનના આ કિસ્સાના અરજદાર હંસરાજ ચૌહાણની તબીબી તપાસ અગાઉ કરવામાં આવી હતી, જેમાં એમનું ખસીકરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા સાત લોકોની પણ ખસી કરવામાં આવી હોવાનો અહેવાલ તબીબોએ આપ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK