ઠંડીની મોસમમાં ગામડાંઓમાં તેમ જ શહેરમાં રસ્તા પર અનેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. ગરમીથી બચવાનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે. માણસોની જેમ પશુઓને પણ ઠંડી અસર તો કરતી જ હોયને, તો તેઓ કેમ પાછળ રહી જાય. તાપણું કરી ગરમાટો મેળવવા માનવો તાપણું કરી રહ્યા હોય ત્યાં પશુઓ બેસીને ઠંડી ભગાવી તો શકે જને. આઇએફએસ અધિકારી સુશાંતા નંદાએ ટ્વિટર પર એક વિડિયો અપલોડ કર્યો છે, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો ક્યાંનો છે એ જાણી શકાયું નથી. વિડિયોમાં એક કૂતરાનું અને બિલાડીનું નાનું બચ્ચું સગડીની સામે બેસીને તાપણાની મજા લઈને ગરમાટો મેળવી રહ્યાં છે. આ વિડિયોને અત્યાર સુધી ત્રણ લાખ કરતાં વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
અબુ ધાબીમાં ૩.૨ કરોડ સોલાર પેનલ સાથે સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ
21st January, 2021 09:19 ISTપાળેલો કૂતરો પોતાની નકલ કરે છે કે નહીં તે જોવા માલિકે કર્યો આટલો ખર્ચ
21st January, 2021 08:55 ISTલોહીમાં મશરૂમ ઇન્જેક્ટ કર્યાં, એ ઊગ્યા હોવાનો વહેમ કે સચ્ચાઈ?
21st January, 2021 08:39 ISTડૉનલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે
21st January, 2021 08:26 IST