Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઝાડુ વર્ષના કોઈ પણ દિવસે સીધું ઊભું રહી શકે? નાસા શું કહે છે?

ઝાડુ વર્ષના કોઈ પણ દિવસે સીધું ઊભું રહી શકે? નાસા શું કહે છે?

14 February, 2020 10:55 AM IST | Mumbai Desk

ઝાડુ વર્ષના કોઈ પણ દિવસે સીધું ઊભું રહી શકે? નાસા શું કહે છે?

ઝાડુ વર્ષના કોઈ પણ દિવસે સીધું ઊભું રહી શકે? નાસા શું કહે છે?


ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ઝાડુને સીધું ઊભું રાખવામાં આવ્યું છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નાસાએ કહ્યું છે કે ૧૦ ફેબ્રુઆરી વર્ષનો એકમાત્ર દિવસ છે જ્યારે ગુરુત્વાકર્ષણના ખેંચાણને લીધે ઝાડુ સીધું ઊભું રહી શકે છે. આ વિડિયોને ૮૦ લાખ કરતાં વધુ વખત જોવાયો છે. આ વિડિયો સાથે જ સોશ્યલ મીડિયા પર એક ચૅલેન્જ પણ વાઇરલ થઈ છે. આ બાબતે પ્રશ્નોની ઝડી વરસતાં છેવટે નાસાએ સ્પષ્ટતા કરવી પડી છે.

નાસાએ એની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે માત્ર ૧૦ ફેબ્રુઆરીએ જ નહીં, પરંતુ વર્ષના કોઈ પણ દિવસે ઝાડુ સીધું ઊભું રહી શકે છે. આ ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત છે, જે માત્ર ૧૦ ફેબ્રુઆરીએ જ નહીં, કાયમ કામ કરે છે. જો ઝાડુના નીચેના હિસ્સાને ટ્રાઇપૉડની જેમ રાખવામાં આવે તો વર્ષના કોઈ પણ દિવસે ઝાડુ સીધું ઊભું રહી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2020 10:55 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK