આઈસ્ક્રીમ પણ કોઈના લગ્ન તોડાવી શકે....

Published: Jun 22, 2019, 18:30 IST

લગ્નમાં સામાન્ય રીત દારૂ પીધા પછી લગ્ન તૂટવા સામાન્ય છે પરંતુ શું તમે સાંભળ્યું છે આઈસ્ક્રીમના કારણે કોઈના લગ્ન તૂટી જાય. અલીગઢમાં એક અજીબો ગરીબો કિસ્સો સામે આવ્યો છે

આઈસ્ક્રીમ પણ કોઈના લગ્ન તોડાવી શકે
આઈસ્ક્રીમ પણ કોઈના લગ્ન તોડાવી શકે

લગ્નમાં સામાન્ય રીત દારૂ પીધા પછી લગ્ન તૂટવા સામાન્ય છે પરંતુ શું તમે સાંભળ્યું છે આઈસ્ક્રીમના કારણે કોઈના લગ્ન તૂટી જાય. અલીગઢમાં એક અજીબો ગરીબો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક લગ્નમાં જીજાજીને આઈસ્ક્રીમ ન મળવા પર લગ્ન તૂટી ગયા હતા. મામલો એટલો વધી ગયો કે કન્યા પક્ષના બે લોકો વચ્ચે મારામારી પણ થઈ ગઈ હતી. પોલીસે આ શખ્સોને લગ્નમાં શાંતિભંગ કરવા માટે આ શખ્સોને અરેસ્ટ કર્યા હતા. મહત્વનું એ છે કે, આ બધા વચ્ચે સંબંધીઓએ દુલ્હનને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યો છે પરંતુ તે માની નહી.

અલીગઢના દીપક અને સોનીના લગ્ન હતા. વરપક્ષની માગ પર એટાના રહેવાસી કન્યા પક્ષ અલીગઢ આવ્યા. શુક્રવારે મહેન્દ્ર નગરમાં લગ્નની ધૂમધામ થઈ. વરમાળા પણ થઈ હતી. વર-વધૂ જ્યારે રાત્રે સંબંધીઓ સાથે જમી રહ્યા હતા ત્યારે દુલ્હનના જીજાજી લલિત અને રવિએ આઈસ્ક્રીમની માગ કરી પરંતુ આઈસ્ક્રીમ ખતમ થઈ ગયો હતો. આઈસ્ક્રીમ તો પત્યો પણ વિવાદ શરુ થયો. વરપક્ષે બજારમાંથી આઈસ્ક્રીમ મંગાવવા કહ્યું પરંતુ જીજાજી માન્યા નહી અને ઝઘડો કરવા લાગ્યા હતા. જોત જોતામાં વરપક્ષ અને કન્યાપક્ષના લોકો આમને સામને આવી ગયા અને મારા મારી કરવા લાગ્યા.

આ પણ વાંચો: અમેઠીઃ પોતાના કાફલાની એમ્બ્યુલન્સ રોકાવી મહિલાને સ્મૃતિએ મોકલી હૉસ્પિટલ

મારપીટ દરમિયાન બન્ને પક્ષના ઉંમર લાયક લોકોને શાંત કર્યા હતા પરંતુ દુલ્હને માની નહી અને લગ્ન તોડી નાખ્યા હતા. આ દરમિયાન કોઈ સંબંધીએ પોલીસને જાણ કરી હતી.ઘટના સ્થળે પહોંચતા પોલીસે બન્ને જીજાજીને અરેસ્ટ કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK