Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અદ્ભુત ઍક્રોબેટિક્સઃયુવતીના વાળને દાંતથી પકડીને હવામાં લટકવાનું કરતબ

અદ્ભુત ઍક્રોબેટિક્સઃયુવતીના વાળને દાંતથી પકડીને હવામાં લટકવાનું કરતબ

13 March, 2019 08:53 AM IST | બ્રાઝિલ

અદ્ભુત ઍક્રોબેટિક્સઃયુવતીના વાળને દાંતથી પકડીને હવામાં લટકવાનું કરતબ

દાંતની મજબૂતાઈ વખાણવી કે વાળની

દાંતની મજબૂતાઈ વખાણવી કે વાળની


બ્રાઝિલમાં રિયો ડી જાનેરોમાં આવેલી સર્કસ માટેની નૅશનલ સ્કૂલમાં ચાલી રહેલા એક પ્રૅક્ટિસ સેશનની કેટલીક વિડિયો ક્લિપ્સ જોઈને રૂંવાડાં ખડાં થઈ જાય એમ છે. હવામાં વાયર પર લટકીને ઍક્રોબેટિક ડાન્સ કરવાનું સાહસ હવે અનેક જાંબાઝો બતાવવા લાગ્યા છે ત્યારે તેમની આર્ટને બીજા બધાથી હટકે પુરવાર કરવા માટે ૨૮ વર્ષના વેલિટન સિલ્વા અને ૨૭ વર્ષની પૅટ્રિસિયા સૅન્ટોઝ નામનાં યુવક-યુવતી અનોખા સ્ટન્ટની પ્રૅક્ટિસ કરી રહ્યાં છે. એમાં વેલિટન સિલ્વા બે હાથે દોરડું પકડીને ઊંધો લટકે છે. તેનું શરીર સીધું અને કડક છે અને મોંમાં એક હથકડી જેવું સાધન છે એના બીજા છેડે પૅટ્રિસિયાના વાળ બાંધેલા છે. યુવક હવામાં ઊંચે ઊંધો લટકીને પોતાના દાંતથી યુવતીને પકડે છે અને તેને પણ હવામાં ઊંચે લઈ જાય છે.

આ પણ વાંચોઃ અનોખા ઉપવાસઃ આ ભાઈ માત્ર બિયર પીને જીવશે 



બીજી તરફ પૅટ્રિસિયા પણ માત્ર પોતાના વાળના બળે જ હવામાં અદ્ધર લટકેલી છે ત્યારે વિવિધ પોઝમાં અંગડાઈ લે છે એ જોવા જેવું છે. આવતા મહિને વલ્ર્ડ સર્કસ ડેની ઉજવણીમાં આ જોડી લોકોને દંગ કરી દે એવો પર્ફોમન્સ આપવા માટે રોજના દસ કલાક પ્રૅક્ટિસ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2019 08:53 AM IST | બ્રાઝિલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK