તિલકનગર પોલીસે અજાણ્યા અધિકારી અને રાજાવાડી હૉસ્પિટલના મોર્ગ ઇન્ચાર્જ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જ્યારે હત્યાનો ભોગ બનેલા ૨૩ વર્ષની વ્યક્તિની લાશ ૪થી ૭ જૂન વચ્ચે ગુમ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મેહરાજ શેખ ગોવંડીનો રહેવાસી હતો. ૩ જૂનના રોજ ત્રણ લોકોએ છરીથી હુમલો કર્યો હતો અને મેહરાજને રાજાવાડી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
તેને ગંભીર ઈજાઓ સાથે રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે જ રાત્રે તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમૉર્ટમ પહેલાં કોવિડ -૧૯ ટેસ્ટ કરાવવું ફરજિયાત છે, તેથી તેનો મૃતદેહ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શેખની હત્યાની તપાસ કરી રહેલા દેવનાર પોલીસે શેખનો કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ પોસ્ટમૉર્ટમ માટે લાશ લેવા રાજાવાડી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓને લાશ મોર્ગમાંથી ગાયબ જોવા મળી હતી.
શેખના ભાઈ સિરાજે તિલકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ૪ થી ૭ જૂન દરમ્યાન તમામ મૃતદેહોના પરિવારજનોને સોંપેલ અથવા અંતિમસંસ્કાર કરાયેલા રેકૉર્ડની પણ તપાસ કરી રહી છે.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શશી મીનાએ જણાવ્યું હતું કે અમે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એફઆઇઆરમાં હજી સુધી કોઈનું નામ લેવામાં આવ્યું નથી. અમારે એવા લોકોની વિગત શોધી કાઢવાની જરૂર છે કે જેઓ મોર્ગ સંભાળી રહ્યા હતા તેમ જ ટીમની દેખરેખ કોણ રાખી રહ્યા હતા.
Mumbai Local: મધ્ય રેલવેની લોકલ સેવા ઠપ્પ, આ સ્ટેશન વચ્ચે ટ્રેકમાં ગરબડ
27th January, 2021 11:07 ISTપાકિસ્તાનની જેલમાં 18 વર્ષથી બંધ મહિલા પાછી ફરી ભારત, કહ્યું....
27th January, 2021 11:07 ISTશૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર
26th January, 2021 11:12 ISTમુંબઈમાં નવાં પાંચ સાઇબર પોલીસ-સ્ટેશન: ઉદ્ધવ ઠાકરે આજે ઉદ્ઘાટન કરશે
26th January, 2021 10:57 IST