તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી

Published: Dec 31, 2019, 09:38 IST | Banaskantha

બનાસકાંઠામાં તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. ૧૧ તાલુકાનાં ૧૧૦ જેટલાં ગામોમાં તીડે આતંક મચાવ્યું હતું.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

બનાસકાંઠામાં તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. ૧૧ તાલુકાનાં ૧૧૦ જેટલાં ગામોમાં તીડે આતંક મચાવ્યું હતું. અંદાજે ૬ હજાર હેક્ટર જમીનમાં તીડના લીધે નુકસાન થયું છે. તીડના આક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ૪૫ ટીમો, સ્થાનિક ૧૦૦ ટ્રૅક્ટર અને બે ફાયર-બ્રિગેડથી ૧૫ દિવસ સુધી દવા છંટકાવની કામગીરી ચલાવવામાં આવી હતી. તંત્રનો દાવો છે કે તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તીડ અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી છે.

કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમારે તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલાં પગલાઓની વિગતો આપતાં કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાનાં ૧૨૨ ગામો, મહેસાણા જિલ્લાના ૧ તાલુકાનાં પાંચ ગામો, પાટણ જિલ્લાના બે તાલુકાનાં ૪ ગામો, સાબરકાંઠા જિલ્લાના એક તાલુકાનું ૧ ગામ મળી કુલ ચાર જિલ્લાના ૧૭ તાલુકાનાં ૧૩૨ ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી.

આ પણ વાંચો : 2020ની પહેલી ફેબ્રુઆરીએ કુલ 65 જૈન શ્રદ્ધાળુઓ દીક્ષા લેશે

એનું લોકેશન ટ્રૅક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. થરાદ તાલુકામાં જોવા મળેલું મોટું ટોળું હવે નિયંત્રણ હેઠળ છે. જિલ્લા તંત્ર અને ખેડૂતોએ હાથોહાથ કામ કરીને તીડ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મેળવી છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK