બાળાસાહેબનો હાથ બધા નેતાઓના માથા પર

Published: 24th January, 2021 11:27 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

શિવસેના સંસ્થાપક સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેની ગઈ કાલે જન્મજયંતી હતી

તસવીર: બિપિન કોકાટે
તસવીર: બિપિન કોકાટે

ગઈ કાલે સાંજે ફોર્ટના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ચોક પર બાળાસાહેબ ઠાકરેની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ભાગ્યે જ જોવા મળતું હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. શિવસેના સુપ્રીમોના માનમાં તમામ પૉલિટિકલ પાર્ટીના નેતાઓ હાજર રહ્યાં હતા જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ, કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાત, આરપીઆઇના રામદાસ આઠવલે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બધા નેતાઓએ ફોટો માટે એ રીતનો પોઝ આપ્યો હતો જાણે બાળાસાહેબ ઠાકરે બધાને પોતાના આશીર્વાદ આપી રહ્યા હોય.

 

રુદ્રાક્ષ સાથે અનોખો લગાવ હોવાથી બાળાસાહેબ ઠાકરેને ૩૩,૦૦૦ રુદ્રાક્ષની આદરાંજલિ

શિવસેના સંસ્થાપક સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેની ગઈ કાલે જન્મજયંતી નિમિત્તે તેમની આઠ બાય આઠની ૩૩,૦૦૦ રુદ્રાક્ષનો ઉપયોગ કરીને અનોખી તસવીર બનાવવામાં આવી હતી. મુંબઈના કલાકાર ચેતન રાઉત અને તેમની ટીમ દ્વારા આદરાંજલિ આપતાં આ તસવીર બનાવીને મુંબઈમાં શિવસેના ભવનની સામે જનતાના દર્શન માટે રાખી હતી. બાળાસાહેબને રુદ્રાક્ષ સાથે એક વિશેષ લગાવ હોવાથી કલાકારે તેનો ઉપયોગ કરીને તસવીર બનાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK