Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યા વિવાદઃકેન્દ્રનું મહત્વનું પગલું, SCમાં જમીન પાછી આપવાની અરજી

અયોધ્યા વિવાદઃકેન્દ્રનું મહત્વનું પગલું, SCમાં જમીન પાછી આપવાની અરજી

29 January, 2019 10:42 AM IST |

અયોધ્યા વિવાદઃકેન્દ્રનું મહત્વનું પગલું, SCમાં જમીન પાછી આપવાની અરજી

અયોધ્યા વિવાદઃકેન્દ્રનું મહત્વનું પગલું, SCમાં  જમીન પાછી આપવાની અરજી


અયોધ્યા મામલે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું લીધું છે. કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હિન્દુ પક્ષકારોની જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવા માગ કરી છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે રામ જન્મભૂમિ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. રામ જન્મભૂમિ વિવાદ મામલે કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. કેન્દ્ર સરકારે અયોધ્યા વિવાદ કેસમાં વિવાદિત જમીન સિવાયની બાકીની તમામ જમીન પાછી આપવા માગ કરી છે. સરકારે પોતાની અરજીમાં 67 એકર જમીનનો કેટલોક ભાગ સોંપવા અરજી કરી છે. સરકારના આ પગલાને હિન્દુવાદી સંગઠનોએ આવકાર્યું છે.




 


1993માં કેન્દ્ર સરકારે અયોદ્યા અધિગ્રહણ એક્ટ અંતર્ગત વિવાદિત સ્થળ અને તેની આસપાસની જમીન સંપાદિત કરી હતી અને આ સાથે જ ભૂતકાળમાં જમીન વિવાદ મામલે થયેલી તમામ અરજીઓનો અંત આવી ગયો હતો. સરકારના આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકરાયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના ઈસ્માઈલ ફારુખી જજમેન્ટમાં 1994માં તમામ દાવેદારીવાળી અરજી ફગાવી દેવાઈ હતી અને જમીન પર કેન્દ્ર સરકારનો હક યથાવત રખાયો હતો. સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે ભવિષ્યમાં કોર્ટે જેના પક્ષમાં નિર્ણય આપશે તેને આ જમીન અપાશે.

કોર્ટમાં ચાલે છે કેસ

ઉલ્લેખનીય છે કે અયોધ્યા જમીન વિવાદ લાંબા સમયથી કોર્ટમાં પડતર છે. રવિવારે જ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ટળી હતી. પાંચ જજની બેન્ચના એક જજ જસ્ટિસ બોબડે હાજર ન રહી શકવાના કારણે 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી ટળી છે. જો કે સુનાવણીની નવી તારીખ જાહેર નથી થઈ.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2019 10:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK