ઍક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર હુમલો કરનારો હૉસ્પિટલમાં

Published: 29th October, 2020 10:22 IST | Agencies | Mumbai

ઍક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર હુમલો કરનારો હૉસ્પિટલમાં

અભિનેત્રી માલવી મલ્હોત્રા (ફાઇલ ફોટો)
અભિનેત્રી માલવી મલ્હોત્રા (ફાઇલ ફોટો)

મુંબઈ પોલીસે ટીવી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ચાકુ વડે હુમલો કરનારા માણસનાં સગડ મેળવી લીધાં છે પરંતુ તે હૉસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી તેમ પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
આરોપી યોગેશ મહિપાલ સિંહ મંગળવારે રાત્રે નજીકના પાલઘર જિલ્લાની વસઈસ્થિત હૉસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું હતું.
અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે તેણે સિંહની લગ્નની દરખાસ્તનો ઇનકાર કરી દેતાં સિંહે સોમવારે રાતે મુંબઈના વર્સોવા વિસ્તારમાં તેના પેટમાં અને બન્ને હાથ પર ચાકુના ઘા માર્યા હતા.
અભિનેત્રી પર હુમલો કર્યા બાદ આરોપી તેની કારમાં નાસી છૂટ્યો હતો. અભિનેત્રી હાલ મુંબઈની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. મંગળવારે આરોપી વસઈસ્થિત હૉસ્પિટલમાં મળી આવ્યો હતો જ્યાં વર્સોવા પોલીસની ટીમ ગઈ હતી અને તેને બનાવ વિશે પૂછપરછ કરી હતી.
અન્ય એક પોલીસ ટીમ બુધવારે આ કેસની વધુ તપાસ માટે વસઈની હૉસ્પિટલ જાય એવી શક્યતા છે.
અભિનેત્રીએ પોલીસને જણાવ્યું હતું કે તે એક વર્ષથી આરોપીને જાણતી હતી અને તે અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ તેણે ઇનકાર કરી દીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK