Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અરુણ ગવળીને જન્મટીપની સજા

અરુણ ગવળીને જન્મટીપની સજા

31 August, 2012 09:45 AM IST |

અરુણ ગવળીને જન્મટીપની સજા

અરુણ ગવળીને જન્મટીપની સજા


 

arun-gawali-jail



 


શિવસેનાના ઘાટકોપરના નગરસેવક કમલાકર જામસાંડેકરની ચાર વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસમાં ગઈ કાલે મોકા ર્કોટે અખિલ ભારતીય સેનાના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અરુણ ગવળી સહિત ૧૧ જણને જન્મટીપની સજા કરી હતી તો એક જણને ત્રણ વર્ષની સખત મજૂરીની સજા કરી હતી. એ સાથે જ મોકા ર્કોટેર્ અરુણ ગવળીને ૧૭ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. અરુણ ગવળી જો ૧૭ લાખ રૂપિયા ભરવામાં નિષ્ફળ ગયો તો તેણે વધુ ત્રણ વર્ષની સજા ભોગવવી પડશે.

પોલીસે જણાવ્યાં મુજબ ‘બાળા સુર્વે અને સાહેબરાવ ભિંતાડે નગરસેવક કમલાકર જામસાંડેકર સાથે કન્સ્ટ્રક્શન બિઝનેસ તેમ જ લોકલ પૉલિટિકલ સ્તરે હરીફો હતા. આ દરમ્યાન તેમની વચ્ચે જમીનનો વિવાદ થયો હતો જેમાં નગરસેવક કમલાકર જામસાંડેકરની હત્યા થઈ હતી. આ હત્યા માટે અરુણ ગવળીને ૩૦ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. માર્ચ ૨૦૦૮માં ઘાટકોપરમાં અસલ્ફા વિલેજમાં કમલાકરના નિવાસસ્થાને તેના પર ગોળીઓ છોડીને તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો કેસ મોકા ર્કોટમાં ચાલ્યો હતો જેમાં ૨૦૧૦ની ૧ ઑક્ટોબરે મોકા ર્કોટમાં ઇન્ડિયન પીનલ કોડ હેઠળ હત્યા, હત્યાનું કાવતરું ઘડવું જેવા ગુનાઓ આ લોકો સામે લગાવવામાં આવ્યા હતા.’


મોકા ર્કોટમાં સુનાવણી ચાલી રહી હતી એ દરમ્યાન અરુણ ગવળીએ જજને કહ્યું હતું કે ૨૦૦૭માં સુધરાઈની ચૂંટણીમાં શિવસેનાને બહુમતીની જરૂર હતી ત્યારે તેના અખિલ ભારતીય સેનાના ચાર નગરસેવકોનું સમર્થન શિવસેનાને આપ્યું હતું, જેના બદલામાં સારીએવી રકમ મળી હતી એટલે ૩૦ લાખ રૂપિયા જેવી રકમ માટે કોઈની સુપારી લઈને હત્યા કરવાનો તેના માટે સવાલ જ નહોતો. જોકે તેની આ દલીલને ર્કોટે સ્વીકારી નહોતી અને મોકા ર્કોટના જજ પી. કે. ચવાણે ૨૪ ઑગસ્ટે અરુણ ગવળી સહિત અન્ય ૧૧ લોકોને દોષી જાહેર કર્યા હતા.

ગઈ કાલે અરુણ ગવળી સહિત અન્ય લોકોને જન્મટીપની સજા કરવામાં આવી હતી, જ્યારે સુનીલ ઘાટેને આમ્ર્સ ઍક્ટ હેઠળ દોષી જાહેર કરી તેને ત્રણ વર્ષની સખત મજૂરીની સજા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કુલ ૧૬ આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું હતું. એમાંથી સુરેશ પંચાલ, ગણેશ સુર્વે અને દિનેશ નારકરને ર્કોટે પુરાવાના અભાવે દોષમુક્ત કર્યા હતા, જ્યારે બાળા સુર્વે નામના અન્ય આરોપીનું કેસ ચાલી રહ્યો હતો એ દરમ્યાન જ મૃત્યુ થયું હતું.

આ હત્યાકેસમાં અરુણ ગવળીની ૨૦૦૮ની ૨૧ મેએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે તળોજા જેલમાં છે. ગઈ કાલે તેને મળેલી જન્મટીપની સજાને તે હાઈ ર્કોટમાં પડકારવાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2012 09:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK