અંધેરીચા રાજાના પંડાલમાં દેલવાડાના મંદિરનાં દર્શન

Published: 28th September, 2012 07:20 IST

ભક્તોની પ્લાસ્ટિકની બેગ લઈને આપવામાં આવે છે કાગળની થેલીદર વર્ષે ઐતિહાસિક વસ્તુને મહત્વ આપીને એને હાનિ ન પહોંચે એવી થીમ રાખીને ભક્તોને ભારતનાં બધાં મોટાં મંદિરોનાં દર્શન કરાવતા અંધેરીચા રાજાના પંડાલમાં જ આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિ દર્શન કરાવે છે. આ વર્ષે આ મંડળે માઉન્ટ આબુના દેલવાડાના જૈન દેરાસરની પ્રતિકૃતિ અંધેરીના આઝાદનગરમાં ઊભી કરી છે.

આ પંડાલમાં જૈનોના ચોવીસ ભગવાનની તસવીરો મૂકવામાં આવી છે અને દેલવાડાના દેરાસરના થાંભલાઓમાં જે કોતરકામ કરવામાં આવ્યું છે એવું જ કોતરકામ પંડાલના થાંભલાઓમાં પણ કરવામાં આવ્યું છે. આખો પંડાલ સફેદ કલર અને સફેદ પડદાઓથી સજાવવામાં આવ્યો છે. સફેદ કલરથી આંખોને ઠંડક પહોંચે છે એવી જ રીતે આ પંડાલમાં પ્રવેશ કરતાં આંખોને અને મનને પણ ઠંડક પહોંચે છે.

ભક્તોની ભાવના અને ભગવાનની પવિત્રતાને ધ્યાનમાં રાખીને મંડળે આ વર્ષે પ્લાસ્ટિક પર બંધી અને ટૂંકાં કપડાં પહેરવા પર કડક રીતે મનાઈ કરી છે. જે ભક્ત પ્લાસ્ટિકની બૅગ લઈને આવે છે તેમને નવી કાગળની બૅગ આપીને પ્લાસ્ટિકની બૅગ લઈ લેવામાં આવે છે. તેમ જ જે ભક્તો ટૂંકાં કપડાં પહેરીને આવે છે તેમને ગણપતિના પંડાલમાં પણ આવવા દેવામાં આવતા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK