થાણેમાં મનસે અને એનસીપીના ઉમેદવારોએ બીજેપીવાળાને બરાબર હંફાવ્યા

Published: Oct 25, 2019, 13:21 IST | અનામિકા ઘરત | મુંબઈ

જિલ્લામાં બીજેપીને છ, શિવસેનાને પાંચ, એનસીપીને બે, મનસેને એક અને સમાજવાદી પક્ષને એક બેઠક મળી

સંજય કેળકરની વિજયની ઉજવણી કરતાં કાર્યકરો.
સંજય કેળકરની વિજયની ઉજવણી કરતાં કાર્યકરો.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં થાણે, ડોમ્બિવલી અને કલ્યાણ વિસ્તારોમાં બીજેપી-શિવસેનાની યુતિને અન્ય પક્ષોએ જબરી ટક્કર આપી હતી. એ ક્ષેત્રમાં બીજેપીને છ, શિવસેનાને પાંચ, એનસીપીને બે, મનસેને એક અને સમાજવાદી પક્ષને એક બેઠક પ્રાપ્ત થઈ છે. જોરદાર રસાકસીની સ્પર્ધામાં એક થાણે મતક્ષેત્રમાં બીજેપીના સંજય કેળકર અને મનસેના અવિનાશ જાધવ વચ્ચે હતી. મતગણતરી દરમ્યાન અવારનવાર મનસેની તરફેણમાં પલ્લું નમવાના અણસારો મળતા હતા, પરંતુ છેવટે બીજેપીના ઉમેદવાર ૧૯,૪૨૪ મતોની સરસાઇથી જીત્યો. કેળકરને ૯૨,૨૯૮ અને જાધવને ૭૨,૮૭૪ મત મળ્યા છે.
મુરબાડ મતવિસ્તારની ચૂંટણીમાં બીજેપીના કિસન કથોરેએ સૌથી વધારે સંખ્યામાં મતો મેળવ્યા છે. કિસન કથોરેએ ૧,૬૫,૯૪૦ અને તેમના હરીફ એનસીપીના પ્રમોદ હિન્દુરાવે ૩૫,૯૯૦ મત મેળવ્યા છે. કલ્યાણ (ગ્રામીણ) મતક્ષેત્રમાં શિવસેનાના રમેશ મ્હાત્રેની સામે મનસેના પ્રમોદ પાટીલ જીતી ગયા છે. પ્રમોદ પાટીલને ૯૩,૯૨૭ મત અને રમેશ મ્હાત્રેને ૮૬,૭૭૩ મત મળ્યા છે. થાણેના મુંબ્રા-કળવા મતવિસ્તારમાં એનસીપીના ધુરંધર નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ ૧,૦૯,૨૮૩ મત મેળવીને જીત્યા હતા. તેમના હરીફોમાં શિવસેનાનાં દીપાલી સૈયદને ૩૩,૬૪૪ અને આમ આદમી પાર્ટીના અબુ ફૈઝીને ૩૦,૫૨૦ મત મળ્યા છે.

કોપરી-પાંચપાખાડી મતક્ષેત્રમાં શિવસેનાના ઉમેદવાર અને રાજ્યના પ્રધાન એકનાથ શિંદે કૉન્ગ્રેસના સંજય ઘાડીગાંવકરની સામે ૮૯,૩૦૦ મતોની સરસાઈથી જીત્યા છે. શિંદેને ૧,૧૩,૪૯૭ અને ઘાડીગાંવકરને ૨૪,૧૯૭ મત મળ્યા છે. ઓવલા મજિવડા મતક્ષેત્રમાં શિવસેનાના વિજેતા ઉમેદવાર પ્રતાપ સરનાઇકને ૧,૧૭,૫૯૩ મતો સામે કૉન્ગ્રેસના વિક્રાંત ચવ્હાણને ફક્ત ૩૩૯૫ મત મળ્યા છે. કલ્યા‌ણ-ઈસ્ટ મતક્ષેત્રમાં બીજેપીના ગણપત ગાયકવાડની ઉમેદવારી સામે શિવસેનાને વાંધો હોવા છતાં ગાયકવાડ તેમના હરીફ અપક્ષ ઉમેદવાર ધનંજય બોદરે સામે રસાકસીભરી હરીફાઈમાં ૮૧૯૫ મતોની સરસાઈથી જીત્યા છે. ગાયકવાડને ૫૨,૯૧૮ અને બોદરેને ૪૪,૭૨૩ મત મળ્યા છે. ડોમ્બિવલીમાં બીજેપીના વિજેતા ઉમેદવાર રવીન્દ્ર ચવ્હાણને ૮૬,૨૨૭ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મંદાર હળવેને ૪૪,૯૧૬ મત મળ્યા છે.

આ પણ વાંચો : સેના-બીજેપી, જાગતે રહો...

કલ્યાણ-વેસ્ટ મતવિસ્તારમાં શિવસેનાના વિજેતા ઉમેદવાર વિશ્વનાથ ભોઇરને ૪૮,૪૬૫ અને તેમના હરીફ અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર પવારને ૨૮,૯૨૬ મત મળ્યા છે. ભિવંડી-વેસ્ટ મતક્ષેત્રમાં બીજેપીના વિજેતા ઉમેદવાર મહેશ ચૌગુલેને ૫૮,૮૫૭ અને તેમના મુખ્ય હરીફ અપક્ષ ઉમેદવાર ખાલિદ ગુડ્ડુને ૪૩,૯૪૫ મત મળ્યા છે. ભિવંડી-ઈસ્ટ મતવિસ્તારમાં સમાજવાદી પક્ષના વિજેતા ઉમેદવાર રઈસ કાસમ શેખને ૪૫,૫૩૭ અને શિવસેનાના મુખ્ય હરીફ ઉમેદવાર રૂપેશ મ્હાત્રેને ૪૪,૨૨૩ મત મળ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK