2024માં ભારત દુનિયાના 30 મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડ્લી દેશમાં સામેલ થશે : અમિત શાહ

Published: Dec 01, 2019, 13:46 IST | Mumbai

ઉદ્ધવ ઠાકરેની સરકારે વિશ્વાસનો મત મેળવ્યો ત્યારે જ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુંબઈ આવ્યા

અમિત શાહ
અમિત શાહ

ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવા દરમ્યાન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય પ્રધાન અમિત શાહ મુંબઈ આવ્યા હતા. ઇકૉનૉમિક ટાઇમ્સ અવૉર્ડ્સ ૨૦૧૯ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેઓ દેશની આર્થિક રાજધાનીમાં આવ્યા હતા. તેમણે ૨૦૨૪ સુધીમાં ભારત દુનિયાના ૩૦ મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડ્લી દેશ બનવાનું કહ્યું હતું. અત્યારની આર્થિક મંદી હંગામી હોવાનું અને સરકાર દેશની ઇન્ડસ્ટ્રીની પડખે છે અને બધા મળીને ભારતને પાંચ ટ્ર‌િલ્યન ડૉલર બનાવવા કામ કરવાનું પણ કહ્યું હતું.

ઇકૉનૉમિક ટાઇમ્સ અવૉર્ડ્સ ૨૦૧૯ના કાર્યક્રમમાં સામેલ થયેલા અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને વિશ્વાસ છે કે ૨૦૨૪ સુધીમાં ભારત દુનિયામાં પાંચમી મોટી ઇકૉનૉમી હશે. અત્યારની આર્થિક મંદીથી ગભરાવાની જરૂર નથી.

અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં ઇઝ ઑફ બિઝનેસને વધુ પ્રોત્સાહન અપાશે અને દેશદુનિયાના ૩૦ મોટા બિઝનેસ ફ્રેન્ડ્લી દેશમાં સામેલ થશે. બાંધકામ ક્ષેત્રમાં બાંધકામની પરવાનગી, પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન અને ઇન્સૉલ્વન્સી રિઝોલ્યુશનમાં સુધારા કરાઈ રહ્યા છે. આપણો રૅન્ક ૧૪૨થી ૭૭ જેટલો ઊંચો રહ્યો છે જે ૨૦૨૪ સુધીમાં ૩૦ની અંદર આવી જશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK