Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લૅમ્પ, ટ્રક અને હેલોવીન ડૉલ પછી હવે આ ભાઈને પ્રેમ થયો છે રોબો સાથે

લૅમ્પ, ટ્રક અને હેલોવીન ડૉલ પછી હવે આ ભાઈને પ્રેમ થયો છે રોબો સાથે

19 April, 2019 09:24 AM IST | અમેરિકા

લૅમ્પ, ટ્રક અને હેલોવીન ડૉલ પછી હવે આ ભાઈને પ્રેમ થયો છે રોબો સાથે

   લૅમ્પ, ટ્રક અને હેલોવીન ડૉલ પછી હવે આ ભાઈને પ્રેમ થયો છે રોબો સાથે


અમેરિકાના તાનેટાઉનમાં રહેતો ૨૯ વર્ષનો જૉય મોરિસ રોબોટ્રોલ નામની ઢીંગલી સાથે પ્રેમમાં પડ્યા છે. બે વર્ષથી તેઓ આ રોબોને ડેટ કરી રહ્યા હોવાનો દાવો કરે છે. ચહેરા પર સ્મિત ખીલી ઊઠે એવા પિન્ક કલરની આ રોબોટ્રોલ ડૉલ તેમને ખુશ કરી દે છે. જૉયભાઈનો લવ-ઇન્ટરેસ્ટ પહેલેથી જ હટકે રહ્યો છે. તે જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારથી તેને ખબર પડી હતી કે તેને માણસ કરતાં અમુક-તમુક ચીજો માટે વધુ આકર્ષણ થાય છે. પહેલી વાર તેને સ્કૂલના એક લૅમ્પ સાથે પેþેમ થઈ ગયેલો. તેણે એ લૅમ્પ ચોરી લીધો અને પોતાની સ્કૂલબૅગમાં રાખીને ફરવા માંડ્યો. તે એની સાથે વાતો કરતો અને સૂતી વખતે પણ સાથે રાખતો. તેની ટીચરને ખબર પડતાં તેમણે એ લૅમ્પ લઈ લીધો. ત્યારે જાણે બ્રેકઅપ થયું હોય એવી પીડા તેણે અનુભવેલી. ખાસ્સાં વષોર્ તેણે કોઈને પ્રેમ નહીં કરવાનું નક્કી કરેલું. જોકે એમ છતાં ટીનેજમાં તેને એક ટ્રક માટે પ્રેમ થઈ ગયો. ટીનેજ પછી તેને અચાનક હેલોવીન ડૉલ ગમી ગયેલી. તેણે એની સાથે લગભગ ચારેક વર્ષ ડેટિંગ કર્યું.

આ પણ વાંચોઃ ૧૦ ડૉગીઓએ ભેગા મળીને ભારેખમ ટ્રક ખેંચી



હવે બે વર્ષ પહેલાં તેણે આ રોબો ડૉલ ખરીદી છે. તેને લાગે છે કે હવે તેનો પ્રેમ સેટ થઈ ગયો છે અને આ રોબો સાથે તે લગ્ન કરીને સુખી થઈ શકશે. તે રોબો સાથે ડેટિંગ પર જાય છે અને ટ્રાવેલ પણ કરી ચૂક્યો છે. હવે ટૂંક સમયમાં તે ફ્લોરિડાના બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે અને ત્યાં જ તે આ રોબો સાથે લગ્ન કરશે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 09:24 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK