ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અમદાવાદ | Apr 05, 2019, 18:22 IST

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે.

ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
અંબાજી મંદિર (PC : Nai Dunia)

શનિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. ત્યારે આ સમયમાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે તેને પગલે અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. આ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


અંબાજી મંદિર આરતી દર્શનનો સમય

આરતી સવારે    - 7થી 7.30
દર્શન સવારે       - 8થી 11.30
રાજભોગ બપોરે - 12 વાગ્યે
દર્શન બપોરે      - 12.30થી 4.30
આરતી સાંજે     - 7થી 7.30
દર્શન સાંજે              - 7.30થી 9

ચૈત્ર સુદ આઠમ:  આરતી સવારે-
6 વાગ્યે

Tags

gujarat
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK