તો શું અલ્પેશ ઠાકોરને બનશે મંત્રી ? સીએમ રૂપાણી સાથે થઈ મુલાકાત

Published: Jul 23, 2019, 15:48 IST | ગાંધીનગર

અલ્પેશ ઠાકોર ગત અઠવાડિયે ભાજપમાં જોડાયા પરંતુ તેમના મંત્રી પદ પર હજીય પ્રશ્નાર્થ ચિહ્ન છે. પરંતુ ગાંધીનગરમાં ફરી એવી ચર્ચા શરૂ થઈ છે કે અલ્પેશ ઠાકોરને રૂપાણી સરકારમાં મંત્રી પદ મળી શકે છે.

ભાજપમાં જોડાયા હતા અલ્પેશ ઠાકોર
ભાજપમાં જોડાયા હતા અલ્પેશ ઠાકોર

કોંગ્રેસને હાથતાળી આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જો કે છેલ્લા ઘણાં મહિનાથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈને મંત્રી બને તેવી ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન ભાજપમાં અસંતોષની વાત પણ સામે આવી. જો કે અલ્પેશ ઠાકોર ગત અઠવાડિયે ભાજપમાં જોડાયા પરંતુ તેમના મંત્રી પદ પર હજીય પ્રશ્નાર્થ ચિહ્ન છે. પરંતુ ગાંધીનગરમાં ફરી એવી ચર્ચા શરૂ થઈ છે કે અલ્પેશ ઠાકોરને રૂપાણી સરકારમાં મંત્રી પદ મળી શકે છે.

અલ્પેશ ઠાકોરની સીએમ વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ ફરી એકવાર અલ્પેશ ઠાકોર મંત્રી બને તેવી ચર્ચા શરૂ થઈ છે. અલ્પશ ઠાકોર અને ધવલસિંહ બંનેએ આજે ભાજપના દંડક પંકજ દેસાઈ સાથે મુલાકાત કરી, અને બાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ મળ્યા. આ બેઠકો જોતા જ ગાંધીનગરની ગલીઓમાં અલ્પેશ ઠાકોર મંત્રી બને તેવી શક્યતા ચર્ચાઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ રૂપાણી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ મનપામાં ખીલ્યું કમળ, 59માંથી 54 બેઠકો પર જીત્યું ભાજપ

ચર્ચા એવી છે કે ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં વિજય રૂપાણી સરકારનું વિસ્તરણ થશે, જેમાં 10થી વધુ મંત્રીઓને સ્થાન મળી શકે છે. વિસ્તરણ કરાતાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ સાંજે જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK