Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આલ્બર્ટ આઇન્સ્ટાઇનનાં ફેવરિટ રમકડાં ૪૩ લાખ રૂપિયામાં વેચાવા નીકળ્યા

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનાં ફેવરિટ રમકડાં ૪૩ લાખ રૂપિયામાં વેચાવા નીકળ્યા

20 February, 2020 09:15 AM IST | Mumbai Desk

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનાં ફેવરિટ રમકડાં ૪૩ લાખ રૂપિયામાં વેચાવા નીકળ્યા

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનાં ફેવરિટ રમકડાં ૪૩ લાખ રૂપિયામાં વેચાવા નીકળ્યા


જગવિખ્યાત સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઇને જે રમકડાંથી રમીને બાળપણમાં મજા માણી હતી એ રમકડાં મળી આવ્યા છે જે તાજેતરમાં એક ઑક્શનમાં વેચાવા નીકળ્યા છે. ન્યુ યૉર્કના બૉન્હૅમ્સ ઑક્શન હાઉસ દ્વારા આ રમકડાંની હરાજી આવતા મહિને કરવામાં આવશે. એમાં એક જર્મન ગેમ છે જેમાં ૫૨૦ જેટલાં રંગીન બૉલ્સ છે અને એને ચોક્કસ પૅટર્ન બનાવીને ફ્રેમમાં ભરાવવામાં આવે છે. ગેમ્સની બનાવટ પરથી એ ૧૮૭૦ની સાલમાં બની હોવાનું લાગી રહ્યું છે. આઇન્સ્ટાઇનનાં બહેન મેજાનું કહેવું છે કે આલ્બર્ટ નાના હતા ત્યારે જે ગેમ રમ્યા છે એ તેમની બૌદ્ધિક ક્ષમતા દર્શાવે છે. એમાં મોટા ભાગે પઝલ્સ અને બિલ્ડિંગ બૉક્સ વધુ હતા. ઑક્શનના નિષ્ણાતોના મતે આ રમકડાં ૪૬૦૦૦ પાઉન્ડ્સ એટલે કે લગભગ ૪૩ લાખ રૂપિયામાં વેચાય એવો અંદાજ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 09:15 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK