મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભ્યપદ પરથી ગઈ કાલે રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાના અધ્યક્ષ હરિભાઉ બાગડેની મુંબઈની ઑફિસ જઈ પવારે રાજીનામું સોંપ્યું હતું. અજિત પવારે બાગડેને ઈ-મેલથી પણ રાજીનામું સોંપ્યું હતું જે બાગડેએ સ્વીકારી લીધું હતું. અમારા કાયમના ફૉર્મેટમાં રાજીનામું આવ્યું હોવાથી સ્વીકારવામાં આવ્યું હોવાનું બાગડેએ જણાવ્યું હતું. આ વિધાનસભાની મુદત પૂર્ણ થવામાં થોડો સમય બાકી હતો ત્યારે અચાનક અજિત પવારે રાજીનામું ધરી દેતાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો માહોલ ગરમાયો હતો.
અજિત પવારના રાજીનામા બાબતે હરિભાઉ બાગડેએ જણાવ્યું હતું કે મને અજિત પવારનો ફોન આવ્યો હતો. તમે ક્યાં છો એમ મને પૂછવામાં આવ્યું. પવારે જાતે લખેલું રાજીનામું મને ૫.૩૦ વાગ્યે મેઇલ કર્યું. ત્યાર બાદ રાજીનામું આવ્યું અને ફોન આવ્યો એટલે મેં એ મંજૂર કર્યું હતું.
અજિત પવાર ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનવા તૈયાર, અંતિમ નિર્ણય પવારના હાથમાં
Dec 11, 2019, 11:57 ISTદેવેન્દ્ર ફડણવીસ સાથે હવામાનની ચર્ચા કરી : અજિત પવાર
Dec 10, 2019, 10:38 ISTહું નારાજ નથી, પણ હાલમાં શપથ ગ્રહણ નહીં કરું : અજિત પવાર
Nov 29, 2019, 11:36 ISTમહારાષ્ટ્રના વિધાનાસભ્યોની શપથવિધિ યોજાઈ : અજિતનું પાટલીઓ થપથપાવીને સ્વાગત
Nov 28, 2019, 09:36 IST