Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આ પુત્રવધૂ બીમાર સાસુને સાચવવાની જગ્યાએ સુવડાવતી રાખતી ઘરની બહાર

આ પુત્રવધૂ બીમાર સાસુને સાચવવાની જગ્યાએ સુવડાવતી રાખતી ઘરની બહાર

07 June, 2019 11:00 AM IST |

આ પુત્રવધૂ બીમાર સાસુને સાચવવાની જગ્યાએ સુવડાવતી રાખતી ઘરની બહાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદના 4 પુત્રની માતાને તેના જીવનના અંતિમ સમયમાં કડવો અનુભવ થયો છે. અમદાવાદના અર્બુદાનગરમાં રહેતી એક 4 પુત્રોની માતાને બીમારીની હાલતમાં સેવાની જગ્યાએ મળ્યું ઘરની બહારનું કમ્પાઉન્ડ. ઓઢવના અર્બુદાનગરમાં રહેતા ચંદ્રકલાબેનની ઉમર 60 વર્ષ કરતા વધુ છે અને છેલ્લા 5 વર્ષથી લકવાના કારણે પથારીવશ છે. ચંદ્રકલાબેન જ્યારે સારા હતા ત્યારે તેમણે તેમની તમામ મિલકત ચારેય ભાઈઓના નામે કરી હતી અને નાના પુત્રએ માતાની જવાબદારી સ્વીકારી હતી.

ચંદ્રકલાબેનની હાલત એવી હતી કે તે સંપૂર્ણપણે પથારીમાં હતા તેમને શૌચક્રિયા પણ પથારીમાં કરાવવી પડતી હતી. 4 ફ્લેટ અને 3 દુકાનના માલિક ચંદ્રકલાબેનને તેમની પુત્રવધૂ જમવાનું એક જ સમય આપતી હતી અને શૌચ ન થાય તે માટે દવા આપતી હતીચાર સંતાનોની માતાની આ હાલત જોઈ માતાના ભત્રીજાએ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો હતો.




મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર શીતલબહેને કહ્યું કે, ‘ચંદ્રકલાબેન પાસે જતાં જતાં તેમને ઉબકા આવી રહ્યાં હતાં, કેમ કે તેમણે પથારીમાં જ શૌચક્રિયા કરવી પડતી હતી. પાંચ વર્ષથી આ જ સ્થિતિમાં હતાં. તેમને યુરિન માટેની પાઇપ લગાવેલી હતી, પણ તે કોઈએ બદલી નહોતી.’ કાઉન્સેલર તેમના ઘરે પહોંચ્યાં ત્યારે ભેરુલાલ અને તેની પત્ની બબલી રાજસ્થાન ગયાં હતાં. વૃદ્ધ માતાને ભેરુલાલે ત્રણ દિવસ પહેલાં જે ડાયપર પહેરાવ્યું હતું તે જ ડાયપરમાં તે હતાં.

આ પણ વાંચો: સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે પુલવામામાં મુઠભેડ, 4 આતંકી ઠાર


માતાની આ હાલતને જોઈને કાઉન્સેલર દ્વારા તેમના મોટા દિકરા અને વહુને બોલવવામાં આવ્યા હતા જ્યા જાણવા મળ્યું હતું કે, તે ટિફિન આપવા આવતા ત્યારે નાની વહુ તેમને આવવા દેતી હતી નહી જેના કારણે તેમણે આવવાનું બંધ કર્યું હતું. આ દરમિયાન નાનાભાઈ ભેરુલાલ જેના ત્યા માતા ચંદ્રકલાબેન હતા તે રાજસ્થાન હોવાથી તેમને બોલાવાયા અને તેમનું કાઉન્સિલિંગ કરતા ખબર પડી કે, તેમની પત્ની બબલી ઘરે ખાવાનું બનાવતી હતી નહી અને પોતે પણ બહાર ખાવા માટે મજબુર હતા અને તેમને પણ છૂટાછેડા જોઈએ છે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 11:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK