જ્યારે વિદ્યાર્થીએ સ્કૂલ ગ્રુપમાં મોકલી દીધો Porn વીડિયો, પછી થયું આવું

Published: May 09, 2020, 21:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

મંદિરોથી લઈને સ્કૂલ-કૉલેજ બધું જ સંપૂર્ણપણે બંધ છે. જેને કારણે વિદ્યાર્થીઓની સ્ટડી પર પણ ઊંડો પ્રભાવ પડે છે. એવેમાં કેટલીક કૉલેજોએ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતાં તેમને ઑનલાઇન ક્લાસેસ આપી રહી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. એવામાં પીએમ મોદીએ 17 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. ત્યારે મંદિરોથી લઈને સ્કૂલ-કૉલેજ બધું જ સંપૂર્ણપણે બંધ છે. જેને કારણે વિદ્યાર્થીઓની સ્ટડી પર પણ ઊંડો પ્રભાવ પડે છે. એવેમાં કેટલીક કૉલેજોએ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતાં તેમને ઑનલાઇન ક્લાસેસ આપી રહી છે.

સ્કૂલની આ પહેલને કેટલાક મસ્તીખોર તત્વો બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. તાજેતરમાં જ 12માં ધોરણના ઑનલાઇન વર્ગો ચાલી રહ્યા હતા દરમિયાન એક વિદ્યાર્થી ગ્રુપમાં ભણતરની સૂચનાઓને બદલે અશ્લીલ તસવીરો અને વીડિયો પોસ્ટ કરવા લાગ્યો. તે વિદ્યાર્થીની આ હરકત જોઈ ગ્રુપમાં જેટલી પણ વિદ્યાર્થિનીઓ હતી તેમણે ગ્રુપ છોડી દેવાનું શરૂ કરી દીધું.

ક્યાંની છે ઘટના
આ આખી ઘટના આઝમગઢની એક શાળાની છે જ્યાં લૉકડાઉનને કારણે ઑનલાઇન વર્ગો લેવાઇ રહ્યા હતા. આ ક્લાસના વિદ્યાર્થીઓ માટે સ્કૂલે એક વૉટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું જ્યાં એક વિદ્યાર્થીએ અશ્લીલ તસવીર પોસ્ટ કરી દીધી. જ્યારે આ વાતની માહિતી સ્કૂલના પ્રિન્સિપાલને મળી તો તેમણે તરત જ એક્શન લેતાં પોલીસને જાણ કરી.

પોલીસે લીધી મામલાની નોંધ
ઘટનાની સૂચના મળતાં જ પોલીસે સમય પસાર કર્યા વગર તરત જ તપાસ શરૂ કરી દીધી. શરૂઆતની તપાસમાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનું નામ સામે આવ્યું છે. તો પોલીસે ગ્રુપમાં અશ્લીલ તસવીર શૅર કરનાર વિદ્યાર્થીની ઓળખ કરી લીધી છે.

કેટલાય વિદ્યાર્થીઓએ છોડ્યું ગ્રુપ
તે વિદ્યાર્થીની આ એક હરકત પચી કેટલાય પેરેન્ટ્સે પોતાના બાળકોને આ ગ્રુપમાંથી બહાર કાઢી લીધાં. વિદ્યાર્થીની આ હરકતને કારણે બધાં પર અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK