Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કહેવું પડે આ બહેનના તપનું...આજે ઉપવાસ નંબર-૧૭૩

કહેવું પડે આ બહેનના તપનું...આજે ઉપવાસ નંબર-૧૭૩

23 December, 2020 08:05 AM IST | Mumbai
Alpa Nirmal

કહેવું પડે આ બહેનના તપનું...આજે ઉપવાસ નંબર-૧૭૩

લક્ષ્મીદેવી ડાગા

લક્ષ્મીદેવી ડાગા


દુનિયાના મોટા ભાગના લોકો માટે કોરોના અને લૉકડાઉન મુશ્કેલ ટાઇમ રહ્યો છે ત્યારે કેટલાક તપસ્વી આત્માઓ માટે એ આશીર્વાદરૂપ બન્યો. મૂળ બિકાનેરના અને હાલમાં બોરીવલી-વેસ્ટની ચંદાવરકર લેનમાં રહેતાં લક્ષ્મીદેવી ડાગાએ ૨૦૨૦ની ૪ જુલાઈએ ત્યાંના સંઘમાં થતી સાંકળી અઠ્ઠાઈનાં પચ્ચખાણ લીધાં ત્યારે વિચાર ૬૪ ઉપવાસ કરવાનો જ હતો, પરંતુ દેવ અને ગુરુની કૃપા એવી સુંદર રહી કે ૩૦ ડિસેમ્બરે તેમના ૬૪ના પોણાત્રણ ગણા એટલે કે ૧૮૦ ઉપવાસ થશે.

બાલ્યાવસ્થાથી જ ઉપવાસ સાથે દોસ્તી



૬૬ વર્ષનાં લક્ષ્મીદેવી ‘મિડ-ડે’ને કહે છે, ‘હું ૧૦ વર્ષની હતી ત્યારે જ મોટા દિવસોએ જ ઉપવાસ કરતી અને કોઈ તકલીફ વગર હસતાં-રમતાં દિવસ નીકળી જતો, એટલે નાનપણમાં જ નાનાં-મોટાં તપ કર્યાં, પણ મારું પિયર તેરાપંથી જૈન અને સાસરિયું ખરતરગચ્છ. રૂટીન સિવાય વધુ ધાર્મિક જ્ઞાન નહીં, પણ પછી ધીમે-ધીમે તપગચ્છનાં શ્રાવક-શ્રાવિકાઓ, દેવ-ગુરુનો પરિચય થયો અને ૧૯૯૪માં પહેલી વખત મોટું કહી શકાય એવું ગૌતમ લબ્ધિ તપ કર્યું. ઉપવાસ વગેરેનો મહાવરો હતો જને એમાં જ્ઞાન મળ્યું એથી ત્યાર બાદ જ મારી તપની ખરી ગાડી ચાલી.’


ગૌતમ લબ્ધિ તપ અને સિદ્ધિ તપ બાદ લક્ષ્મીદેવીને ઉપવાસ કરવાનો એવો નાદ લાગ્યો કે ઉપરાઉપરી બે દિવસ તેમણે ક્યારેય ખાધું નથી. કન્ટિન્યુ ૪ ઉપવાસની તો કોઈ ગણતરી જ નથી, પણ ૫, ૬, ૭ ઉપવાસ અનુક્રમે ૨૧, ૧૧ પાંચ વખત, સમવસરણ તપ, સિંહાસન તપ, શ્રેણી તપ, ભદ્ર તપ, ચત્તારિ-અઠ્ઠ-દસ દોય, મોક્ષદંડક તપ, ચંદનબાળા તપ, પરદેશી રાજા તપ, સહસ્રકૂટ તપ (ઉપવાસથી) ઉપરાંત વીસ સ્થાનક, રોહિણી , જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પોષ દસમી તપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી તો કરી જ છે અને સાથે કન્ટિન્યુ અઠ્ઠમ (સળંગ ત્રણ ઉપવાસ)ના પારણે અઠ્ઠમ મળી ૧૦૮ અઠ્ઠમ અને ૨૨૯ છઠ્ઠ (બે સળંગ ઉપવાસ) તેમ જ છેલ્લાં ૧૫ વર્ષથી કન્ટિન્યુ વરસી તપ કરે છે. આ વરસી તપમાં એક ઉપવાસ એક બિયાસણું અને રેગ્યુલર વરસી તપ બે વખત, તો અઠ્ઠમથી એક વખત અને છટ્ઠથી ૧૧ વરસી તપ કર્યાં છે. ઉલ્લેખનીય વાત તો એ છે કે ચાલુ વરસી તપમાં તેમણે ૬૮, ૫૧, ૪૫, ૩૬, ૩૫, ,૩૪, ૩૩, ૩૨, ૩૧, ૨૧, ૨૦, ૧૮, ૧૭, ૧૬ સળંગ ઉપવાસ તેમ જ ૧૬, ૧૫, ૧૩, ૧૨, ૧૦ બે વખત, ૧૧ ઉપવાસ પાંચ વખત, ૯ ઉપવાસ ૧૧ વખત અને ૩૬ અઠ્ઠાઈ કરી છે. હાલમાં પણ તેમનાં વરસી તપ ચાલુ જ હતાં, એમાં તેમણે સાંકળી અઠ્ઠાઈ લીધી હતી.

લક્ષ્મીદેવી કહે છે, ‘અઠ્ઠાઈ બાદ મારે સહસ્રકૂટ તપની બે બત્રીસી એટલે ૬૪ ઉપવાસ કરવાની ઇચ્છા હતી, પરંતુ ગુરુદેવ શ્રી કીર્તિયશસૂરીશ્વરજીનાં પચ્ચકખાણ અને આશીર્વાદ એવા પ્રભાવશાળી રહ્યા કે થોડાં વર્ષથી મનમાં રમી રહેલું ૬ મહિનાના ઉપવાસ કરવાનું મારું સપનું પૂર્ણ થયું.’


આવાં મહાતપસ્વી લક્ષ્મીદેવી પૂનમચંદ ડાગાના ૧૮૦ ઉપવાસની પૂર્ણાહુતિ ૩૦ ડિસેમ્બરે થશે. લક્ષ્મીબહેનની ઇચ્છા હતી કે ગુરુભગવંતની નિશ્રામાં પારણું થાય. આચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજસાહેબ હાલમાં વણી હોવાથી ૩૧ ડિસેમ્બરે લક્ષ્મીદેવીનું પારણું વણીમાં થશે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 08:05 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK