અંધેરીમાં કર્મચારી પર હુમલો કરીને ૧૪ લાખ રૂપિયાની લૂંટ

Published: 20th December, 2012 04:04 IST

ગુજરાતી વેપારી વિજય ઠક્કરનો ૪૦ વર્ષનો કર્મચારી દિલેન ડિમેલો મંગળવારે સાંજે કંપનીની કૅશ તેના માલિક વિજય ઠક્કરના ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં જ તેને લૂંટી લેવામાં આવ્યો હતો.

અંધેરી પોલીસે આ બાબતે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ લૂંટમાં કોઈ અંદરની વ્યક્તિએ માહિતી આપી હોઈ શકે. દિલેન ડિમેલો મંગળવારે સાંજે ભુલેશ્વરથી કંપનીની ૧૩,૯૭,૨૦૦ રૂપિયાની રોકડ લઈને વિજય ઠક્કરના અંધેરી (ઈસ્ટ)ના આઝાદ રોડ પર આવેલા વર્માનગરના ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે સાંજે સવાસાત વાગ્યે વર્માનગરના કમ્પાઉન્ડમાં જ ચાર લોકોએ તેને અટકાવ્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો. એક લૂંટારાએ તેનું ગળું દાબ્યું હતું અને તેને વાંકો વાળી તેના ડાબા હાથના પંજા પર ચાકુનો વાર કરી તેના હાથમાંથી કૅશની બૅગ ઝૂંટવી લીધી હતી. લૂંટ ચલાવીને લૂંટારાઓ નાસી છૂટ્યાં હતા. દિલેન ડિમેલોએ અંધેરી પોલીસમાં આ વિશે ફરિયાદ કરી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે, પણ એને શંકા છે કે આ બાબતે કોઈ અંદરની વ્યક્તિએ માહિતી આપી હોવી જોઈએ. આ વિશે અંધેરી પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘લંૂટારાઓને કઈ રીતે ખબર પડી કે દિલેન કૅશ લઈને ઘરે મૂકવા આવી રહ્યો છે? તેઓ  તૈયારી સાથે આવ્યા હતા. અમને શંકા છે કે કોઈ જાણભેદુ આમાં સંડોવાયેલો હોઈ શકે.’  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK