Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શોકિંગ! કરવા ચોથમાં ત્રણ પત્ની અને સામે એક જ પતિ?

શોકિંગ! કરવા ચોથમાં ત્રણ પત્ની અને સામે એક જ પતિ?

07 November, 2020 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શોકિંગ! કરવા ચોથમાં ત્રણ પત્ની અને સામે એક જ પતિ?

તસવીર સૌજન્યઃ આઈએએનએસ

તસવીર સૌજન્યઃ આઈએએનએસ


ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જીલ્લાનો રહેવાસી કૃષ્ણ સૌથી નસીબદાર વ્યક્તિ છે કારણ કે કરવા ચોથમાં તેના લાંબા આયુષ્ય માટે એક નહીં પરંતુ ત્રણ પત્નીએ પ્રાર્થના કરી છે. તેની ત્રણ પત્નીઓ- શોભા, રિના અને પિંકી એકબીજાની બહેન છે. 12 વર્ષ પહેલા તેમણે કૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા.

દરેક પત્નીને બે બાળકો છે અને દરેક કાંશી રામ કોલોનીમાં પોતપાતાના ઘરમાં રહે છે. આ ત્રણેય બહેનોએ લગ્ન બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, જોકે ફેમિલી મેમ્બર્સે કહ્યું કે, ત્રણેય પત્નીઓ સંપથી રહે છે અને તેમના કુટુંબમાં કોઈ મતભેદ નથી, એમ ઈન્ડિયા.કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.  



આ ત્રણેય બહેનો ગ્રેજ્યુએટ છે. તેમના લગ્નને 12 વર્ષ થયા છે. કૃષ્ણએ પણ ક્યારેય સ્પષ્ટ કર્યુ નથી કે તેણે શા માટે ત્રણેય સાથે લગ્ન કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2020 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK