આ વર્ષે શહેરમાં ત્રણ લાખ ઉંદરોને મારવામાં આવ્યા

Published: 30th December, 2011 04:37 IST

મુંબઈ શહેરમાં ઉંદરનો ઉપદ્રવ ભયાનક હદે છે. ઉંદર મારવા માટે સુધરાઈ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓએ આ વર્ષે ત્રણ લાખ ઉંદરનો ખાત્મો બોલાવી દીધો હોવા છતાં ઉંદરની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે.

 

આથી સુધરાઈએ ઉંદર મારવા માટે વધુ ૭૨ લોકો નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે; પરંતુ એનાથી કશો ફરક પડવાનો નથી, કારણ કે સુધરાઈએ સમસ્યાના મૂળમાં પહોંચવાની જરૂર છે. સુધરાઈના જંતુનાશક વિભાગના ચીફ ઑફિસર અરુણ બામણેએ કહ્યું હતું કે ‘એક ઉંદરની જોડી એક વર્ષમાં ૧૦૦૦ બચ્ચાં પેદા કરે છે. આ બચ્ચાંઓ માત્ર બે મહિનામાં પુખ્ત બની જાય છે અને પ્રજોત્પત્તિ કરવા માંડે છે. આથી જો ઉંદરના ઉપદ્રવ પર કાબૂ મેળવવો હોય તો ઉંદરોની પ્રજોત્પત્તિ અટકાવવી જોઈએ.’


૨૦૧૦માં ૩,૪૮,૩૬૧ ઉંદરોને મારવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષના નવેમ્બર સુધીમાં ૩,૧૬,૩૦૫ ઉંદરોનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK