બ્રેકિંગ ન્યૂઝઃ કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાની હત્યા

Published: 29th October, 2020 22:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. પોલીસ અને સેના (Indian Army)એ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ગુરુવારે મોડી સાંજે કુલગામ (Kugam)માં આતંકવાદીઓએ ઘાત લગાવીને ત્રણ બીજેપી નેતાઓ (BJP Leaders) પર એ સમયે હુમલો કર્યો જ્યારે તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ગોળી લાગ્યા બાદ ત્રણેય બીજેપી નેતાઓના મોત થયું છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. પોલીસ અને સેના (Indian Army)એ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.

સમાચાર મુજબ, ભાજપ યુવા મોરચાના મહાસચિવ ફિદા હુસૈન તેના બે સાથીઓ ઉમર રાષીદ બૈગ અને ઉમર હુસૈન સાથે ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં વાઈકે પોરા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ હુમલા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ભાજપના નેતાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું મોત નીપજ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK