વિરારમાં એક વર્ષથી ટીનેજર પર રેપ કરતો પાડોશી પકડાયો

Published: Nov 02, 2014, 04:42 IST

વિરાર (ઈસ્ટ)ના નારંગી રોડ પર આવેલા બાપા સીતારામ નગરની પાછળના બિલ્ડિંગમાં રહેતી અને નવમા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની ટીનેજરને પાડોશમાં રહેતો સંદેશ વિનેરકર છેલ્લા એક વર્ષથી ધમકાવીને તેના પર બળાત્કાર કરતો હતો. એક અજાણી વ્યક્તિએ સંદેશ જે ફ્લૅટમાં આ કૃત્ય આચરતો હતો એને બહારથી બંધ કરી દઈને ટીનેજરની મમ્મીને એ વિશે જાણ કરતાં ફરિયાદ બાદ પોલીસે સંદેશની ધરપકડ કરી હતી.


26-year-old man rapes teenage girl in Virar; flees copsસંદેશે પહેલાં ટીનેજર સાથે સારી-સારી વાતો કરવાની શરૂઆત કરીને મિત્રતા વધારી હતી. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બરમાં સંદેશ મારી ગર્લફ્રેન્ડ સાથે તને મળાવું છું એમ કહીને ટીનેજરને એક ફ્લૅટમાં લઈ ગયો હતો. ફ્લૅટ પર પહોંચતાં સંદેશે ટીનેજરને કહ્યું હતું કે આ મારી ઑફિસનો જ ફ્લૅટ છે, તું ગભરાતી નહીં. ત્યાર બાદ તેણે ટીનેજર પર જબરદસ્તીથી બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ એ વિશે કોઈને કહેશે તો હું તારી મમ્મી અને બહેનને મારી નાખીશ એવી ધમકી આપી હતી. ટીનેજર ગભરાઈ જતાં તેણે ઘરમાં કોઈને એ વિશે વાત નહોતી કરી.

જોકે ત્યાર બાદ સંદેશ ટીનેજરને તેની મમ્મી અને બહેનને મારી નાખવાની ધમકી આપીને વારંવાર એ જગ્યાએ લઈ જઈને રેપ કરતો હતો. આ રીતે ૩૧ ઑક્ટોબરે તે ટીનેજરને તેના જન્મદિનની ગિફ્ટ અપાવું છું કહીને ફરી એ ફ્લૅટ પર લઈ ગયો હતો. સંદેશ અને ટીનેજર ફ્લૅટની અંદર ગયાં ત્યારે બહારથી એક અજાણી વ્યક્તિએ ધીરેથી ફ્લૅટનો દરવાજો લૉક કરી દીધો હતો અને ટીનેજરની મમ્મીને ફોન કરી એની જાણ કરી હતી. ટીનેજરની મમ્મી તરત ત્યાં આવી પહોંચતાં આખા બનાવની જાણ થઈ હતી. ત્યાર બાદ ટીનેજરની મમ્મીએ પોલીસ-ફરિયાદ કરતાં સંદેશની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK