માનું અફેર છે એ ખબર પડતાં 21 વર્ષનાં દીકરાએ માનો બળાત્કાર કરી હત્યા કરી

Published: 17th November, 2020 12:39 IST | Gujarati Mid-day Online Correspondent | Bengaluru

ભોગ બનનારનો પરિવાર કહે છે કે મહિલાનું અફેર એક એવા માણસ સાથે હતું જેને દીકરો પસંદ નહોતો કરતો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકના હાવેરી જિલ્લાના 21 વર્ષનાં એક યુવકે તેની મા પર જ બળાત્કાર કરી તેની હત્યા કરી કારણકે તેને માતાના પ્રેમસંબંધ વિશે ખબર પડી.

પોલીસે જણાવ્યું કે ગુનેગારે તેની ચાળીસ વર્ષની મા પર આક્ષેપ મુક્યો કે તેના ઘણાં પ્રેમ સંબંધ છે અને તેનું ચારિત્ર ખરાબ છે. 12મી નવેમ્બરે ગુનેગારની તેની માતા સાથે ભારે દલીલો થઇ અને તે પછી તેણે કથિત રીતે પોતાની માતાનો બળાત્કર કરી તેની હત્યા કરી દીધી. ધી ન્યુઝ મીનિટમાં આ જધન્ય કૃત્ય અંગે આવેલા રિપોર્ટ અનુસાર મૃતકના પરિવારે પોલીસને જણાવ્યું કે મહિલાનો લાંબા સમયથી કોઇ પુરુષ સાથે સંબંધ હતો અને દીકરાને આ પસંદ નહોતું.

મૃતકના પતિનું મોત 15 વર્ષ પહેલાં જ થઇ ગયું છે અને તે પોતાના દીકરા સાથે એકલી રહે છે. તેના જ વિસ્તારના અન્ય પુરુષ સાથે તેનો સંબંધ હતો. દીકરાને આ સંબંધ સામે બહુ જ વાંધો હતો અને તેણે અનેક વાર આ અંગે તેની સાથે ઝગડા કર્યા હતા. પોલીસે કહ્યું કે માની હત્યા પહેલા દીકરાને તેની સાથે બહુ જ દલીલો થઇ હતી અને તેણે પોતાની માને બૉયફ્રેન્ડ સાથેનો સંબંધ તોડી નાખવા દબાણ કર્યું હતું.

12મી નવેમ્બરે મૃતક મહિલા અને તેની બહેન કોઇ કામે ખેતરે ગયા હતા અને તે એકલી પાછી ફરતી હતી ત્યારે કથિત રીતે તેના દીકરાએ તેને રોકી અને શરાબ પીવા બળજબરી કરી. માતાને જોરજબરદસ્તીથી દારૂ પિવડાવ્યા બાદ દીકરો તેને ખેતરમાં ખેંચી ગયો અને પછી તેને નીચે પાડી દઇ તેની સાથે બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવી તેની હત્યા કરી.

13મી નવેમ્બરે મૃતકની બહેન તેના ઘરે આવી પણ ત્યારે દીકરાએ તેની માસીને કહ્યું કે મા ખેતરે ગઇ છે અને રાત્રે પણ જ્યારે મહિલા ઘરે પાછી ન ફરી ત્યારે તેની બહેને તેની શોધખોળ ચાલુ કરી. શોધખોળ દરમિયાન તેને ખેતર પાસે જ બહેનની લાશ મળી અને તેણે તરત પોલીસને જાણ કરી. પુછપરછ દરમિયાન 21 વર્ષના યુવકે પોતાનો ગુનો કબુલ્યો અને આઇપીસીની કલમ 376 (બળાત્કાર) અને 302 (હત્યા) હેઠળ તેની સામે એફઆરઆઇ દાખલ કરાઇ છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK