દરેકને ઘર આપવાના મિશન માટે સરકારી વિભાગોની મંજૂરીના અવરોધો દૂર થશે

Published: 4th October, 2014 05:21 IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને રહેઠાણ પૂરું પાડવાની કરવામાં આવેલી જાહેરાતને વાસ્તવિકતામાં બદલવાના પ્રયાસરૂપે સરકાર જરૂરી પર્યાવરણીય મંજૂરીના પ્રમાણમાં ઘટાડો

સ્વ-પ્રમાણપત્ર (સેલ્ફ-સર્ટિફિકેશન) તથા વ્યાજદર નીચા લાવવા જેવાં અનેક પગલાં લઈ રહી છે. સરકારી મંત્રાલયો અને વિભાગો પાસેથી ઝડપી મંજૂરી મેળવવાની પ્રક્રિયાને ઝડપી તેમ જ સરળ બનાવવામાં આવી રહી છે જેમાં ૫૦,૦૦૦ સ્ક્વેર મીટર કરતાં ઓછી જમીન ધરાવતા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કોઈ પર્યાવરણીય મંજૂરી નહીં લાગે. હાલમાં ર૦,૦૦૦ સ્ક્વેર મીટર જમીન પર હાઉસિંગ પ્રોજેક્ટ માટે કોઈ મંજૂરી જરૂરી નથી, પરંતુ ૫૦,૦૦૦ સ્ક્વેર મીટર પર ફ્લોર-વિસ્તાર (એરિયા)ના રેશિયોના આધારે ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ અપાર્ટમેન્ટ્સ બાંધવા માટેની મંજૂરી મળી શકે છે.

હાઉસિંગ પ્રોજેક્ટના બાંધકામની પ્રક્રિયા ઝડપી બનાવવા સરકાર પ્રોજેક્ટના સેલ્ફ-સર્ટિફિકેશનની મંજૂરી આપવા બાબતે પણ વિચારી રહી છે. આ મંજૂરીમાં ડેવલપર તેમ જ આર્કિટેક્ટ પ્રોજેક્ટના બાંધકામમાં તમામ નિયમો અને નિયમનોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જાતે જ પ્રમાણિત કરે છે, જો પાછળથી કોઈ પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ધ્યાન પર આવે તો ડેવલપર તેમ જ પ્રોજેક્ટનું વેરિફિકેશન કરનારા આર્કિટેક્ટ સામે સખત કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઘર ખરીદનારાને પરવડી શકે એ માટે વ્યાજદર નીચા લાવવા પણ સરકાર પગલાં લઈ રહી છે.

વડા પ્રધાનના ૨૦૨૨ સુધીમાં પ્રત્યેકને ઘર પૂરું પાડવાના લક્ષ્યને પૂર્ણ કરવા સરકાર નવું ઇન્ટિગ્રેટેડ નૅશનલ હાઉસિંગ મિશન શરૂ કરી રહી છે જેમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારની ઇન્દિરા આવાસ યોજના, રાજીવ આવાસ યોજના, રાજીવ ગાંધી •ણ યોજના અને અન્ય યોજનાઓ મર્જ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK