બોરીવલી-વેસ્ટમાં બેસ્ટની બસે શૉપની બહારનો શેડ તોડી નાખ્યો

Published: 21st December, 2012 07:15 IST

બોરીવલી-વેસ્ટમાં એસવી રોડ પર પેન્ટાલૂનની સામે આવેલી ભગવાનદાસ વાડીમાં ઓમ્સ કલેક્શન અને જય જલારામ જનરલ સ્ટોર્સ છેલ્લાં ૭૪ વર્ષથી આવેલાં છે. જોકે આટલાં વર્ષોમાં પહેલી વખત ૮ ડિસેમ્બરે બપોરે બેથી ચાર વાગ્યાની વચ્ચે બેસ્ટની બસે ઓમ્સ કલેક્શન દુકાનની બહાર નાખેલા શેડને તોડી નાખ્યો હતો.દુકાનનાં ૬૫ વર્ષનાં સાવિત્રી ઝવેરીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું આ જ જગ્યા પર મોટી થઈ છું. એ વખતે દુકાન અને ઘર સાથે હતાં. પહેલી વખત આવી ઘટના બની છે, કારણ કે અમારી દુકાન રોડથી અંદર છે. બસ પસાર થવા માટે રોડ પર પૂરતી જગ્યા હોવા છતાં નવાઈ લાગે છે એણે અમારો શેડ કેવી રીતે તોડી નાખ્યો? આ ઘટના પછી મેં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કારણ કે જ્યારે આ ઘટના બની એ વખતે અમારી દુકાન બંધ હતી, પરંતુ અમારી દુકાનની બાજુમાં આવેલી કિંજલ લૉન્ડ્રીના ભરત ઠક્કર અને નજીકમાં બેસતા ફેરિયા આશિષ ગુપ્તા એ વખતે ત્યાં જ હતા અને તેમણે એ ઘટના જોઈ હતી. એ વખતે બસ-ડ્રાઇવર બસ હાંકી ગયો હતો. અમને મળેલી માહિતી પ્રમાણે એ ગોરેગામની બસ હતી. આથી અમે દહિસર-ઈસ્ટ, બોરીવલી-વેસ્ટ ગોરાઈ અને કાંદિવલી-વેસ્ટ, પોઈસર વગેરે બસ ડેપોમાં કઈ બસ દ્વારા દુકાનને નુકસાન થયું છે એની માહિતી મેળવવા માટે પત્ર લખ્યો છે અને પોલીસે કરેલા પંચનામાની કૉપી પણ આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK