આજથી વિધાનસભાનું શિયાળુ અધિવેશન શરૂ : શિવસેના લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

Published: 10th December, 2012 07:27 IST

આજથી શરૂ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ અધિવેશનમાં વિપક્ષો સિંચાઈકૌભાંડ, શ્વેતપત્રની સાથે શિïવાજી પાર્કમાં બાળ ઠાકરેના સ્મારક જેવા મુદ્દાઓને લઈ રાજ્ય સરકારને સાણસામાં લેવાની કોશિશ કરશે.


આ મુદ્દાઓને લઈને શિïવસેના સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પણ રજૂ કરવાની છે. જોકે આ મુદ્દાને લઈને વિરોધ પક્ષોમાં પણ મતભેદ હોવાથી એનું સુરસુરિયું થવાની શક્યતા છે. એમએનએસે અવિશ્વાસની દરખાસ્ત સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

આજથી શરૂ થઈ રહેલા અધિવેશનના પહેલા દિવસે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ, શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરે અને વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ બાબાસાહેબ કુપેકરના અવસાન બાબતે શોકપ્રસ્તાવ મૂકવામાં આવશે અને કામકાજ મોકૂફ રાખïવામાં આવશે. ત્યાર બાદ બીજા દિવસે સિંચાઈકૌભાંડની સાથે શિવાજી પાર્કમાં શિïવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના સ્મારકનો મુદ્દો હાથ ધરવામાં આવશે. એની સાથે સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવામાં આવશે. જોકે વિરોધ પક્ષો પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી આ પ્રસ્તાવ મંજૂર થાય એïવી શક્યતા નહીંવત્ હોવાનું સરકારનું માનવું છે. એમએનએસના વિરોધ પક્ષના નેતા બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે ‘અમને વિશ્વાસમાં લીધા વગર અને અમારી સાથે ચર્ચા કર્યા વગર જ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હોવાથી અમે શિવસેનાના અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન નહીં આપીએ. જોકે સિંચાઈ સહિત એનસીપીના અજિત પવારને ક્લીન-ચિટ આપી તેમને ફરીથી ડેપ્યુટી મિનિસ્ટર બનાવવા સામે અમે જરૂર વિરોધ કરીશું.’

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK