Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અપેક્ષા મુજબ બહુજન વિકાસ આઘાડીની ભૂમિકા કિંગમેકરની

અપેક્ષા મુજબ બહુજન વિકાસ આઘાડીની ભૂમિકા કિંગમેકરની

30 August, 2012 08:03 AM IST |

અપેક્ષા મુજબ બહુજન વિકાસ આઘાડીની ભૂમિકા કિંગમેકરની

અપેક્ષા મુજબ બહુજન વિકાસ આઘાડીની ભૂમિકા કિંગમેકરની


મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ૨૦૧૨ની ૧૨ ઑગસ્ટે થયેલી ચૂંટણીના પરિણામ અનુસાર જે પક્ષે સૌથી ઓછી સીટ મેળવી એ ચૂંટણીના કિંગમેકર બન્યા હતા. એથી મીરા-ભાઈંદર શહેર પર કોની સત્તા આવશે એ પણ અંત સુધી તેમના પર રહ્યું હતું.

આ વખતે ચૂંટણીમાં સેના-બીજેપીની યુતિએ સૌથી વધુ સીટો જીતી હતી એમ છતાંય સત્તા મેળવવા તેમને સૌથી ઓછી સીટો મેળવનાર પક્ષ અને અપક્ષના સમર્થનની જરૂર હતી, જ્યારે બીજી બાજુ એનસીપી અને કૉન્ગ્રેસે ચૂંટણી એકસાથે લડી નહોતી, પણ સત્તા મેળવવા અંતે એક થયા હતા. પરંતુ તેમને પણ સત્તા માટે  સૌથી ઓછી સીટો મેળવનાર પક્ષ અને અપક્ષના સમર્થનની જરૂર હતી. તેથી સૌથી ઓછી સીટ મેળવનાર બહુજન વિકાસ આઘાડીની ૩ સીટ, એમએનએસની ૧ સીટ અને અપક્ષની ૧ સીટ પર મીરા-ભાઈંદરની સત્તા કોના હાથમાં જશે એ નર્ભિર રહ્યું હતું. એવી જ રીતે આ વખતે ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટરૂપે બહુમતી મળી ન હોવાથી મેયર અને ડેપ્યુટી મેયરપદે કોણ આવશે એ અંત સુધી રસપ્રદ રહ્યું હતું.



બળવાખોરી રોકવા નગરસેવકોનો અજ્ઞાતવાસ


૨૮ ઑગસ્ટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરપદની ચૂંટણી થઈ હતી અને એના પર કોની સત્તા આવશે એ પણ સ્પષ્ટ થયું હતું, પણ આ ચૂંટણી પહેલાં તમામ પક્ષોએ બળવાખોરીના ભયે પોતાના પક્ષના વિજેતા ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ મોકલી દીધા હતા. બીજેપીએ તેના પક્ષનાં નગરસેવક અને નગરસેવિકાઓને ગુરુવારે, શિવસેનાએ બુધવારે અને કૉન્ગ્રેસ-એનસીપીએ શનિવારે તેમને અજ્ઞાત જગ્યાઓએ મોકલ્યા હતા જેથી બળવાખોરી ન થાય. મંગળવારે સવારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થઈ હતી. એની પહેલાં જ આ બધા પક્ષના વિજેતા ઉમેદવારો મહાનગરપાલિકા કાર્યાલય સીધા પહોંચ્યા હતા. પરંતુ ઉલ્લેખનીય છે કે બહુજન વિકાસ આઘાડી, એમએનએસ, અપક્ષ આ બધા પહેલેથી જ એનસીપી અને કૉન્ગ્રેસના નગરસેવકો સાથે અજ્ઞાત જગ્યાએ ગયા હતા. એટલે અંદાજે પહેલાંથી જ તેઓ વચ્ચે સમર્થન લઈને સમજૂતી થઈ ગઈ હોય એવું જોવા મળ્યું હતું.

છેલ્લી ઘડીએ નામ પાછાં ખેંચવાનો ડ્રામા


મેયર અને ડેપ્યુટી મેયરનાં બન્ને પદ માટે આ વખતે ચાર-ચાર ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં. મીરા-ભાઈંદર પર ફરી પોતાની સત્તા મેળવવા એનસીપી અને કૉન્ગ્રેસ ફરી એક વાર એકત્રિત થયા. એ સાથે બહુજન વિકાસ આઘાડી, એમએનએસ અને અપક્ષનો પણ તેમને સાથ મીળી રહ્યો હતો. એથી એનસીપીના ૨૬ વોટ, કૉન્ગ્રેસના ૧૯ વોટ, એમએનએસનો ૧ વોટ, બહુજન વિકાસ આઘાડીના ૩ વોટ અને અપક્ષનો ૧ વોટ એમ કુલ ૫૦ વોટથી એનસીપીનાં કૅટલિન પરેરા શિવસેનાના પ્રભાગકર મ્હાત્રેને પરાજય આપી આ પદ માટે ચૂંટાઈ આવ્યાં હતાં. મેયરપદની ચૂંટણીના સમયે બીજેપીના નરેન્દ્ર મહેતા અને બહુજન વિકાસ આઘાડીના રાજુ ભોઈરે ફૉર્મ પાછું ખેંચ્યું હતું. એ ઉપરાંત ડેપ્યુટી મેયરપદે પણ ૪ વ્યક્તિઓએ ફૉર્મ ભર્યાં હતાં. એમાં શિવસેનાના પ્રવીણ પાટીલ અને બહુજન વિકાસ આઘાડીના મોહન જાધવે ફૉર્મ પાછું ખેંચ્યું હતું. કૉન્ગ્રેસના નૂરજહાં નઝરહુસેન સૈયદ બીજેપીના શરદ પાટીલને પરાજિત કરીને આ પદે ચૂંટાઈ આવ્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2012 08:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK