આ બાળકી બિસ્કિટની જેમ ઈંટ ખાય છે

Published: 28th September, 2011 20:39 IST

બ્રિટનમાં નૅટલી હેહસ્ર્ટ નામની માત્ર ત્રણ વર્ષની બાળકીને બિસ્કિટની જેમ ઈંટો ખાવાની કુટેવ છે. આવી અખાદ્ય વસ્તુઓ ખાવાને કારણે તે પોતે જ પોતાના જીવને જોખમ ઊભું કરી રહી છે. નૅટલીને અખાદ્ય વસ્તુઓ ખાવાની તડપ એટલી બધી છે કે એક વખત તો તે લાઇટબલ્બ ખાઈ ગઈ હતી.

 

ત્યાર પછી તેને તરત જ હૉસ્પિટલ લઈ જવી પડી હતી અને તે માંડ-માંડ બચી શકી હતી. પથ્થરો અને લાકડીઓ તેની ભાવતી વાનગીઓ છે. આવી ચીજો તે ચોકલૅટ ચિપ કૂકીની માફક આરોગી જાય છે.

નૅટલીની ૩૧ વર્ષીય માતા કોલિન્સે કહ્યું હતું કે ‘મારા માટે પ્રત્યેક દિવસ લડાયક હોય છે. મારે નૅટલીને કશુંક જીવલેણ ખાઈ જતી અટકાવવી પડે છે. જોકે એક વખત મોંમાંથી લોહી નીકળ્યા પછી નૅટલી કાચ ક્યારેય ખાતી નથી. તે જાણે છે કે આ બધી ચીજો તેના માટે હાનિકારક છે, પરંતુ તે તેની લાલસાને રોકી શકતી નથી.’

નૅટલી એક વખત લાઇટબલ્બ ખાધા પછી ભારે ગંભીર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ત્યાર પછી તેનો સમગ્ર પરિવાર સતત તેના પર નજર રાખ્યા કરે છે. તેમને ભય છે કે નૅટલી ક્યારેક કોઈ ઝેરી પદાર્થ ખાઈ જશે તો હૉસ્પિટલ પહોંચવાનો પણ સમય નહીં મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK