Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં આજે કોવિડ-19ના 1185 નવા કેસ

ગુજરાતમાં આજે કોવિડ-19ના 1185 નવા કેસ

15 October, 2020 08:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં આજે કોવિડ-19ના 1185 નવા કેસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં આજે 1185 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3609 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,804 એક્ટિવ કેસ છે, જ્યારે 1,37,870 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,718 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,56,283 પર પહોંચી છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 1, મહીસાગરમાં 1, પાટણમાં 1, તાપીમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.



સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 168, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 75, સુરતમાં 73, જામનગર કોર્પોરેશનમાં 59, વડોદરામાં 42, રાજકોટ 34, મહેસાણામાં 33, કચ્છ 31, ભરૂચ 28, અમરેલીમાં 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, જામનગરમાં 23, પંચમહાલ 23, પાટણ 23, બનાસકાંઠા 22, જુનાગઢ 20 કેસ નોંધાયા હતા.


રાજ્યમાં આજે કુલ 1329 દર્દી સાજા થયા હતા અને 51,215 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 52,16,885 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકા છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 08:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK