થાણે અને દીવા વચ્ચે ૧૦૦ મીટર લાંબું બોગદું બનશે

Published: 1st November, 2011 19:34 IST

થાણે અને દીવા રેલવે-સ્ટેશન વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે એ અતંર્ગત આ બન્ને સ્ટેશનો વચ્ચે મુંબઈ રેલ કૉર્પોરેશને ૧૦૦ મીટર લાંબું બોગદું બનાવવાનું કામ હાથ ધર્યું છે.મુંબઈ અર્બન ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટ (એમયુટીપી-૨)ના બીજા તબક્કામાં આ બોગદાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જે માટે લગભગ ૫.૫ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. કલવા અને મુંબ્રા દરમ્યાન ‘નૂતન હિલ’ જગ્યાએ આ પ્રસ્તાવિત બોગદાનું કામ નવેમ્બર મહિનાના અંતમાં શરૂ થવાનું છે. જોકે આ હિલનો વિસ્તાર જંગલખાતાના તાબા હેઠળ આવતો હોવાથી અહીં કામ શરૂ કરવા માટે સરકારના પર્યાવરણ વિભાગ અને વન વિભાગ તરફથી મંજૂરી આવશ્યક છે, પણ એ હજી સુધી રેલવે કૉર્પોરેશનને મળી નથી. એટલે જ્યાં સુધી આ બન્ને સરકારી વિભાગ તરફથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી કામ શરૂ થઈ શકશે નહીં.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK