હિન્દુ મહિલાઓ માટે કરવા ચોથનું મહત્વ ઘણું વધારે હોય છે. પતિની દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે અને સાથે સાથે પતિને ખુશ કરવા માટે સોળ શણગાર સજે છે. જો તમે આ દિવસ માટે હજી કંઇ નક્કી નથી કર્યું તો તમે શું પહેરવાના છો તે નક્કી કરવામાં અમે તમારી મદદ કરવા માટે આ ડિઝાઇન્સની પસંદગી કરી છે. આમાં માધુરી દીક્ષિતના એવા લૂક્સ છે જે તમે પણ ટ્રાય કરી શકો છો.