° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022

સીદી સૈયદ જાળીની પ્રિન્ટવાળી સુંદર સાડી

સીદી સૈયદની જાળીની પ્રિન્ટવાળી આ સાડી આપે છે ઐતિહાસિક લુક, જુઓ તો ખરા આ કલાકારી

સાડી મોટા ભાગની સ્ત્રીઓનો મનગમતો પહેરવેશ હોય છે. બજારમાં અઢળક પ્રકારના પ્રિન્ટવાળી સાડીઓ જોવા મળે છે, ચૂંટણી આવે ત્યારે મોદી ડિઝાઈ સાડી તો ક્યારે દરેજ જગ્યાએ જોવા મળતી ફ્લાવર ડિઝાઈન સાડી. હવે સાડીમાં એક નવી જ ઐતિહાસિક ડિઝાઈન બનાવવામાં આવી છે. જે ડિઝાઈન અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત મસ્જિદ `સીદી સૈયદ ની જાળીથી પ્રેરિત છે. તો ચાલો આપણે જાણીએ આ ડિઝાઈન બનાવનાર કોણ છે અને તે અન્ય કેવી ડિઝાઈનોવાળી સાડી બનાવે છે.  

23 April, 2022 08:32 IST | Mumbai
તસવીર( ચંદ્રકાન્ત ગોલાણી)

Diwali 2021:દિવાળી પર તમે પણ ઝગમગી ઉઠશો, આ આઉટફિટ આપશે સ્ટાઈલિશ અને સ્ટનિંગ લુક

ઝગમગ રોશની, રંગોળી, મીઠાઈ, આનંદ અને ઉત્સાહનો તહેવાર એટલે દિવાળી. આ તહેવારમાં સજાવટ અને શણગારને કેમ ભુલાઈ?  આતુરતાથી જે પર્વની રાહ જોવાતી હતી તે દિપાવલીનો તહેવાર આવી ચુક્યો છે. ઘરની સજાવટ સાથે સાથે મહિલાઓએ પોતાના શણગારને લઈ વિચારવાનું શરૂ કરી દીધુ છે.  જ્યારે શણગાર અને આઉટફિટની વાત આવે ત્યારે મહિલાઓના મનમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે? શું પહેરીશું, કયા કલરનું પહેરીશું, કયા ટ્રેન્ડ્સને ફોલો કરીશું જેવા અનેક કન્ફ્યુજન થતાં હોય છે. ત્યારે અમે તમારા માટે લાવ્યાં છીએ અનેક આઉટફિટ જે તમારા દિવાળી લુકને સુંદર અને આકર્ષક બનાવશે. (તસવીર: ફેશન ડિઝાઈનર ચંદ્રકાન્ત ગોલાણી)

29 October, 2021 11:25 IST | mumbai
તસવીરઃ અર્ચના મકવાણા

Navratri 2021: આ વર્ષે આવાં સ્ટાઈલિશ થ્રી લેયર ચણિયાચોળી આપશે આકર્ષક લુક

કોરોનાકાળ દરમિયાન શેરી ગરબાને મંજૂરી મળતાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે. આ વર્ષે ચણિયાચોળીથી લઈ ઓર્નામેન્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી છે. કેટલાક લોકોને નવરાત્રીમાં ગરબા રમવાં કરતા ચણિયાચોળી પહેરી આર્કષક દેખાવાનો મોહ વધુ હોય છે. કદાચ તમે એકાદ જોડી ચણિયાચોળી પહેરવા બહાર કાઢ્યા હશે પણ તો ય ચણિયાચોળીની કઇ ફેશન ટ્રેન્ડિંગ છે એ તો જાણવું જ જોઇએ ભલેને એ ટ્રેન્ડ આવતા વર્ષ સુધી એક્સટેન્ડ કરીએ. વડોદરાના જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેન્ડ સેટર ચણિયા ચોળી ડિઝાઇન કરે છે. તેમણે પોતાની ડિઝાઇન્સ આપણી સાથે શૅર કરી છે અને એ પણ એવી જે ક્યારેય આઉટ ઑફ ફેશન થશે જ નહીં. આ વર્ષે તેમણે ચણિયાચોળીમાં થ્રી લેયર અને ટુ લેયરવાળી ચણિયાચોળી ગરબા રસિયાઓ માટે તૈયાર કરી છે.  

10 October, 2021 05:07 IST | mumbai
હેતલ ગડા

જાણો ફૅશન, બ્યુટી બ્લોગર હેતલ ગડા વિશે, તેમની આ વાત છે ઘણી ખાસ

છેલ્લા ઘણા સમયથી કોરોના વાઈરસના આપણે ઘરેથી કામ કરી રહ્યા છે. જ્યારે કોરોના વાઈરસનું સંક્રમણ ઓછું થયું ત્યારે ઑફિસ ચાલુ થઈ ગઈ હતી, પરંતુ કોરોનાના મહામારીએ એકવાર ફરીથી તમામ ઑફિસમાં તાળા લગાવી દીધા છે. એવામાં ઘરે રહીને પોતાની જાતને મોટિવેટ કરવાની એક એ પણ સારી રીત છે કે તમે તમારી જાતને સ્ટાઈલિશ રાખો. જ્યારે તમે પોતાને સારી રીતે સ્ટાઈલિશ રાખો છો તો તમારા મને ઘણું સારું લાગશે. તો આવો આજે આપણે એવા જ ફૅશન, બ્યુટી અને ટ્રાવેલર બ્લોગર હેતલ ગડા સાથે વાત કરીએ અને જાણીએ તેમની પાસેથી કે તેઓ લૉકડાઉનમાં કેવી રીતે ફૅશન અને બ્યુટીની સંભાળ રાખે છે.

25 May, 2021 09:39 IST | Mumbai
Kareena Kapoor: પ્રેગનેન્ટ બેબો જે લૂક્સ કૅરી કરે છે એ જોયા તમે?

Kareena Kapoor: પ્રેગનેન્ટ બેબો જે લૂક્સ કૅરી કરે છે એ જોયા તમે?

કરીના કપૂર (Kareena Kapoor)ને જલ્દી જ બીજું બાળક થવાનું છે. તેની પહેલીવારની પ્રેગનેન્સી પણ ચર્ચામાં હતી અને બીજી વારની પણ છે જ. જોઇએ કરીના કપૂરના કૂલ અને કેઝ્યુઅલ લૂક્સ જેમાં તે પોતાની પ્રેગનેન્સી એકદમ કોન્ફીડન્ટલી ફ્લોન્ટ કરે છે. (તસવીરો યોગેન શાહ)

11 February, 2021 12:42 IST |
કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની પસંદગી અને ડિઝાઇનિંગ, જાણો અહીં

કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની પસંદગી અને ડિઝાઇનિંગ, જાણો અહીં

પ્રેરણા જ્વેલરી ઇન્ફ્લુએન્સિંગ વિશે ગુજરાતી મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવે છે કે કેવી રીતે પોતાની જ્વેલરીની ડીઝાઇન્સની પસંદગી કરવી અને પોતાને અપ ટુ ડેટ રાખવા ફેશન ટ્રેન્ડ્સ સાથે...

28 January, 2021 08:13 IST |
Bijal Gada: વેડિંગ સીઝનમાં આ મેકઅપ આર્ટિસ્ટ પાસેથી લ્યો ટિપ્સ, જાણો સ્પેશિયલ ટેક્નિક્સ

Bijal Gada: વેડિંગ સીઝનમાં આ મેકઅપ આર્ટિસ્ટ પાસેથી લ્યો ટિપ્સ, જાણો સ્પેશિયલ ટેક્નિક્સ

બીજલ ગડા પોતે 12મા ધોરણની પરીક્ષા આપ્યા પછી મમ્મીના ફોર્સને કારણે મેકઅપ આર્ટિસ્ટની ફિલ્ડમાં જોડાયા છતાં મનથી તો પોતે વધારે ભણવા અને કૉર્પોરેટમાં જૉબ કરવા માટે જ બન્યા છે એવું ધારતાં હતાં. પણ 2 મહિના કૉર્પોરેટમાં જૉબ કર્યા પછી એ નોકરી છોડીને ફરી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા અને આજે તેમને ભારતના ટ્રાન્સફોર્મેશન ગુરુ તરીકે એક આગવી ઓળખ મેળવી છે. બીજલ ગડા આ વિશે જણાવતાં કહે છે કે આ શક્ય બન્યું છે મારા પરિવારના સભ્યોને કારણે. જાણો તેમના વિશે વધુ...

04 January, 2021 09:12 IST |
આ ગુજ્જુ ફિટનેસ ટ્રેનરના હોટેસ્ટ અને બોલ્ડ લૂક, જુઓ તસવીરો

આ ગુજ્જુ ફિટનેસ ટ્રેનરના હોટેસ્ટ અને બોલ્ડ લૂક, જુઓ તસવીરો

આજકાલના યુવક-યુવતીઓમાં આકર્ષક ફીગર બતાવવાનો ક્રેઝ વધ્યો છે. તેથી જ આજકાલ જીમની ખૂબ જ બોલબાલા છે. પોતાની હેલ્થને લઈને દરેક સજાગ થઈ ગયા છે. બોલીવુડમાં તમે અનેક એવા અભિનેતા-અભિનેત્રીને જોયા હશે જેમની ફીગર જોઈને તમને પણ થતુ હશે કે આ લોકો કેવી રીતે આટલી વ્યસ્ત લાઈફમાં આવી ફિગર જાળવી રાખે છે. પરંતુ હકીકતમાં આ તેમની નહી તેમના જીમ ટ્રેનરની મહેનત હોય છે. આજે અમે તમને ભારતની સૌથી વધુ ફેમસ જીમ ટ્રેનર વિશે જણાવીશું. જે પોતાના બોલ્ડ, હોટ અને આકર્ષક ફોટાથી ઘણી ચર્ચામાં રહે છે. આ ફિટનેસ ટ્રેનરનું નામ રિચી શાહ છે. (Piture Courtesy - Richi Shah Instagram)

01 January, 2021 07:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK