Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ કપલે કેવી રીતે ઘટાડ્યું 100 કિલો વજન, પહેલાની અને અત્યારની તસવીરો

આ કપલે કેવી રીતે ઘટાડ્યું 100 કિલો વજન, પહેલાની અને અત્યારની તસવીરો

17 February, 2019 06:39 PM IST |

આ કપલે કેવી રીતે ઘટાડ્યું 100 કિલો વજન, પહેલાની અને અત્યારની તસવીરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેનેડા: એક કપલે એક વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 100 કિલો વજન ઉતારી દીધું છે. બન્નેએ 2018 ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે વજન ઉતારવાનું શરૂ કર્યું હતું. હવે તેઓ ગર્વ સાથે બદલાવની કહાની શેર કરે છે. કપલનું કહેવું છે કે, આવું કરવું અઘરું નથી. કેનેડાના નોવા સ્કોટિયામાં રહેનારા જસ્મીન પેરેન્ટ અને જેરેમી ક્રાવલે સૌથી પહેલાં તેમના ડાયટમાંથી અમુક વસ્તુઓ દૂર કરી નાંખી ત્યાર બાદ સાથે-સાથે વર્કઆઉટ પણ શરૂ કરી દીધું હતું.

 
 
 
View this post on Instagram

HAPPY MONDAY ! I hope everyone is feeling ready to conquer another week. Maybe ready to flush out some super bowl snacks ? ???‍♀️ ⁣ ⁣ One of the main reasons I have been so successful one my journey is because of the ACCOUNTABILITY. I stepped outside of my comfort zone, and told the world “IM GOING TO LOSE THE WEIGHT.” Accountability is a great way to stay on track...⁣ ⁣ Which is why I am so excited to invite you all to join my FIRST EVER DIETBET open to ANYONE and EVERYONE? You all know that I love to interact with my followers .. share tips, ask and answer questions and just provide overall support when I can; this platform will allow me to easily interact with you all daily? I will also have some fun prizes to give out! ⁣ ⁣ What is a DietBet? In a nutshell - you pledge $35.00, commit to losing 4% of your body weight in 4 weeks and if you do so successfully you WIN and split the pot with the other players ? I will be supporting you, cheering you on and engaging with you the entire time. ⁣ Visit DietBet.com/jasmine to sign up! ⁣ Game Starts February 18th ! (2 days after #stayontrackmpb ) #jasmineswinterweightloss #noexcuses Who’s in?! ??⁣

A post shared by Jasmine??‍♀️120lbs Down ⬇️ (@jasminelosingit) onFeb 4, 2019 at 9:10am PST




 કપલે સૌથી પહેલાં ખાવામાંથી ખાંડ ઓછી કરી નાંખી અને જંક ફૂડને મેન્યૂમાંથી કાઢી જ નાંખ્યું હતું. લગભગ 10 મહિનામાં જસ્મીન 133 કિલોમાંથી 73 કિલોની થઈ ગઈ હતી અને જેરેમી એકલાએ 43 કિલો વજન ઓછું કર્યું હતું.

 
 
 
View this post on Instagram

#weightlosswednesday So it’s been a while since I’ve posted a back update ! On the left I was on day 1 of my journey, January of last year. The right is me this morning. I kind of shocked myself when I looked at this side by side .. If it weren’t for the tattoos I wouldn’t believe it ?This is a result of clean eating on the @21daymealplan and regular exercise 30-60 mins a day 6 days a week. I’ve never dedicated any workouts specifically to my back, just working out my whole body - majority HIIT workouts with some steady state cardio and some lifting. This year I am going to focus more on building muscle and will be starting a brand new program after I finish my girl @_alysonmichelle ‘s 30 minute fit fix program ??

A post shared by Jasmine??‍♀️120lbs Down ⬇️ (@jasminelosingit) onJan 30, 2019 at 9:21am PST


 જસ્મીને કહ્યું હતું કે, સૌથી પહેલાં આવું કરવાનો વિચાર ત્યાંથી આવ્યો જ્યારે તેણે તેની એક તસવીર ધ્યાનથી જોઈ. ક્રિસમસનો સમય હતો અને તેણે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પોતાને બદલવા લાગી ગઈ હતી.

આ પણ વાંચો : વધી રહ્યું છે નાની વયની મહિલાઓમાં ગર્ભાશયની થેલી કઢાવવાનું પ્રમાણ

જસ્મીન આ પહેલાં 2 વાર પ્રેગ્નેન્ટ થઈ ચુકી છે. આ કારણે પણ તેનું વજન વધ્યું હતું. બીજા બાળકની ડિલિવરી વખતે જસ્મીનનું વજન 136 કિલો થઈ ગયું હતું. તેણે કહ્યું હતું કે, વજન વધ્યા બાદ એની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તે ઘરની બહાર નીકળવા નહોતી ઇચ્છતી. તેના પગમાં દુ:ખાવો થતો હતો. પરંતુ હવે તે બદલાવ મહેસૂસ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 06:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK