Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

22 August, 2020 07:59 AM IST | Mumbai
Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઇ) : આગામી સપ્તાહમાં વડીલોના આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરવી. આપના મનના મનોરથ  પૂરા થતા જણાય. પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ. મન અને ધન પર કાબૂ રાખવો હિતાવહ. મંગળવારે અવશ્ય ગણેશજીની પ્રતિમાનાં દર્શન કરવા.

વૃષભ (બ,વ,ઉ) : આપને મૂડીરોકાણમાં લાભ જણાય. પારિવારિક સમય સુખમય રીતે પસાર થાય. નવી-નવી યોજનાઓ પ્રગતિકારક બની રહે. કાર્યક્ષેત્રમાં બઢતી-બદલીનો સંભવ. નિત્ય કુળદેવીનાં દર્શન સાથે ધૂપ-દીપ અવશ્ય કરવા.



મિથુન (ક,છ,ઘ) : મધ્યાહન સપ્તાહ બાદ કોઈ નવી તકોનું નિર્માણ સંભવ. ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે છે. નાણાકીય ભાર સામાન્ય જણાય. અતિ ભાવુકતાથી સાવધ રહેવું. બુધવારે અવશ્ય મગ ખાઈને જમવું, તેનાથી ભાગ્ય ઉન્નતિ સંભવ.


કર્ક (ડ,હ) : રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વેપાર ક્ષેત્રે નવા સાહસ ટાળવા. માનસિક ચિંતા દૂર થઈ શકે છે. ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે.

સિંહ (મ,ટ) : આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. કાયદાકીય પ્રશ્નો હલ થઈ શકે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. નિત્ય ગાયત્રી મંત્ર ૩૬ વખત ગણવાથી સપ્તાહ યાદગાર પૂર્ણ થતું જોવા મળશે.


કન્યા (પ,ઠ,ણ) : આગામી સપ્તાહમાં ભાઈ-ભાંડુના સંબંધમાં કડવાશ મટીને મીઠાશ આવે. આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવું. અમુક ઝઘડા રાઈનો પહાડ બનાવી દે તેવી શક્યતાઓ માટે સાવધાની આવશ્યક. નિત્ય ઓમ્ રીમ્ બુધાય નમ:ની એક માળા કરવી, તેનાથી અટકેલાં કાર્ય પૂર્ણ થાય.

તુલા (ર,ત) : આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય. નવી તક ઝડપવામાં વિચાર ન કરવો. પરિવારમાં ગૂંચવાયેલી બાબતોનું સમાધાન થઈ શકે છે. જીવનમાં સ્થિરતા માટે વ્યાવહારિક પગલાં લેશો. નિત્ય માતાજીની આરતી સંધ્યા સમયે કરવી.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક માર્ગોમાં કઠિન સમય વધતો જણાય. આપના વિલંબનાં કાર્યો આગળ વધી શકે. સુખ-સુવિધામાં વધારો થઈ શકે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. શક્ય હોય તો દેવમંદિરમાં સંચાલન અંગેની કામગીરી કરવી, તેનાથી વધુ સારી પ્રગતિ મળી જશે.

ધન (ભ,ધ,ફ,ઢ) : આગામી સપ્તાહમાં ધીરે-ધીરે આપને રાહત થતી જણાય. રાજકીય કામકાજમાં મુશ્કેલી જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને સામાજિક સાનુકૂળતા જણાય. ધંધામાં આવક વધે. નિત્ય ગુરુવંદના રાત્રે સૂતી વખતે અવશ્ય કરવી.

મકર (ખ,જ) : આપ હરો-ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય અને મનને શાંતિ કે રાહત જણાય નહીં. કદાપિ ઉશ્કેરાટમાં આવવું નહીં. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો બગડે. નિત્ય હનુમાનજીનાં દર્શન કરીને કાર્યારંભ કરવો.

કુંભ (ગ,સ,શ) : વિલંબમાં પડેલા સરકારી કામકાજનો નિવેડો આવે. ધંધામાં નવા કામ અંગે વિચારણા થાય. યાત્રા-પ્રવાસ-મિલન મુલાકાતથી આપ હળવાશ-રાહત અનુભવશો. વડીલોનાં દર્શન કરી કાર્યારંભ કરવો.

મીન (દ,ચ,ઝ,થ) : આપના જૂના વાદ-વિવાદ સમાપ્ત થાય. આપના નવા કાર્યનો શુભારંભ અને કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે ધારેલો નફો મેળવી શકશો. દરરોજ ગૌસેવા તથા દર્શન અવશ્ય કરવા, તેનાથી માનસિક શાંતિ જણાશે.

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2020 07:59 AM IST | Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK